Sara Ali Khan હંમેશા પોતાની સાથે 10 રૂપિયાની નોટ રાખે છે, આ છે કારણ…

Sara Ali Khan Film Industryનું એક ખૂબ જ ચર્ચામાં રહેતું નામ છે અને તે હંમેશા પોતાના બિન્ધાસ્ત અને રમૂજી અંદાજથી લોકોના દિલ જીતી લેતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ Sara Ali Khanની જોરદાર ફેન ફોલોઈંગ છે અને આ વર્ષે તો સારા અલી ખાનના ફેન્સ માટે એકદમ હેપ્પી અને હેપનિંગ યર હશે કારણ કે એક પછી એક તેની ફિલ્મો રિલીઝ થવાની છે. પરંતુ શું તમને ખબર છે કે સારા અલી ખાન પોતાની સાથે હંમેશા એક દસ રૂપિયાની નોટ રાખે છે? નહીં ને? ચાલો આજે આપણે જાણીએ કે આખરે આવું કેમ…
સારા અલી ખાને ખુદ આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. ઈન્ટરવ્યુમાં સારા અલી ખાનને પૂછવામાં આવ્યું હતું કે એવી કોઈ વસ્તુ કે વાત છે જે તે હંમેશા પોતાની સાથે રાખે છે? આ સવાલના જવાબમાં સારાએ જણાવ્યું હતું કે હું હંમેશા મારી સાથે હંમેશા એક 10 રૂપિયાની નોટ સાથે રાખું છું. આ સાથે સાથે કેદારનાથની મેમરી પણ હું હંમેશા મારી સાથે રાખું છું. આ દસ રૂપિયાની નોટ ખાસ છે એટલે હું તેને મારી સાથે જ રાખું છું.
હવે તમને થશે કે આખરે એવું તે શું ખાસ છે આ 10 રૂપિયાની નોટમાં કે સારા તેને હંમેશા પોતાની સાથે રાખે છે તો ચાલો હવે આ સિક્રેટ પરથી પણ પડદો ઉઠાવી જ દઈએ. વાત જાણે એમ છે કે સારા અલી ખાન પોતાની સાથે જે 10 રૂપિયાની નોટ રાખે છે તે એને અજમેર શરીફથી મળી છે. આ જ કારણસર સારા આ નોટને ખૂબ જ ખાસ માને છે અને હંમેશા પોતાની સાથે રાખે છે.
સારા અલી ખાન હંમેશા બિન્ધાસ્ત વાત કરતી જોવા મળે છે અને એટલું જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ તેની દમદાર ફેન ફોલોઈંગ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાનની ફિલ્મ મર્ડર મુબારક હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે અને આ સિવાય તે અય મેરે વતન, મેટ્રો… ઈન દિનો અને જગનશક્તિની અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ એક્ટિંગ કરતી જોવા મળશે.