ફરી એ જ જૂની સ્ટાઈલમાં જોવા મળી સપના ચૌધરી… ફેન્સ પોકારી ઉઠ્યા આફરીન…

હરિયાણવી સિંગર કમ ડાન્સર સપના ચૌધરીને કોણ નહીં ઓળખતું હોય! લોકોમાં સિંગર-ડાન્સર સપના ચૌધરીનો જબરદસ્ત ક્રેઝ બોલે છે. તેમના ગીત-ડાન્સ જોવા માટે લાખોની ભીડ એકઠી થાય છે. તેમનું કોઈપણ ગીત રિલીઝ થતાની સાથે જ ટ્રેન્ડીંગ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લે છે. તેમણે ગીત ‘તેરી આંખ કા યો કાજલ’ પર ડાન્સ કરીને એટલી બધી પોપ્યુલારિટી મેળવી છે કે દરેકને આ ગીત પોતાનું લાગે છે. આ ગીત આમ તો આ ગીત ડીસી મડાણાનું છે, પણ એને લોકપ્રિય બનાવવાનો બધો યશ સપના ચૌધરીને જાય છે. આ ગીતને રિલીઝ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે, પરંતુ આજે પણ લોકો આ ગીત સાંભળવાનું પસંદ કરે છે.
સપના ચૌધરીના ગીત તેરી આંખ કા યો કાજલની વાત કરીએ તો આ ગીત 5 વર્ષ પહેલા રિલીઝ થયું હતું. આ ગીતને અત્યાર સુધીમાં 474 મિલિયન વ્યૂઝ મળ્યા છે. સપનાએ તેના કાર્યક્રમો અને સમારંભોમાં એટલી બધી વાર આ ગીત પર પરફોર્મ કર્યું છે કે આ ગીત જાણે તેની પેટન્ટ હોય એવું લાગે છે. ડાન્સમા ંઅવ્વલ હોવા છતાં સપનાને પોતાની ઓળખ બનાવવા સખત મહેનત કરવી પડી છે. એક સમય હતો જ્યારે સપના ફક્ત નાના-મોટા સ્થાનિક કાર્યક્રમો જ કરતી હતી. આજે તે મ્યુઝિક વીડિયો શૂટ કરે છે, બોલિવૂડ ફિલ્મોમાં પણ ચમકે છે અને નાના પડદાના ચર્ચાસ્પદ શો બીગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.
સપનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હાલમાં એક વીડિયો મૂકવામાં આવ્યો છે, જેમાં તેની જૂની શૈલી બતાવવામાં આવી છે. આ તેનો જૂના લૂકનો વીડિયો છે. હવે તો હવે સપનાની સ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ છે. સપનાએ તેના ગીત ‘ગોરી વી હલવે હલવે ચાલ’ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લુ સૂટમાં જોવા મળી રહી છે. તેના હાવભાવ, ઠુમકા અને અદા લોકોને જોવા માટે મજબૂર કરી દે એવી છે.
સપનાના આ વીડિયો પર ચાહકો મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે, મેડમ તમારી તોલે તો કોઇ ના આવે. તમારી હરિફાઇ કોિ ના કરી શકે. તો કોઇ વળી સુંદર મેમરી શેર કરવા બદલ સપનાનો આભાર માની રહ્યા છે