વધુ એક અભિનેત્રી પરણી ગઈ, ‘દુલ્હન’ના અવતારની વાઈરલ તસવીરોનું સત્ય જાણો!

આ વર્ષે અનેક જાણીતી અભિનેત્રી અને સેલિબ્રિટીઝ લગ્ને કર્યા છે, ત્યારે તાજેતરમાં વધુ એક અભિનેત્રીએ દુલ્હનના અંદાજમાં તસવીરો વાઈરલ થવાથી લોકોએ માની લીધું છે કે તેને લગ્ન કર્યાં છે. વધુ વિગતો જાણવી જ હોય તો ચાલો હકીકતને પણ જાણી લઈએ. તાજેતરમાં બોલીવુડની અભિનેત્રી સાન્યા મલ્હોત્રા તેની ફિલ્મ ‘મિસિસ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ આજે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે, ત્યારે સાન્યા મલ્હોત્રાનો દુલ્હન લૂક ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના બ્રાઈડલ લૂકને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેનો લુક એકદમ 90ના દાયકાની દુલ્હન જેવો છે.
આ પણ વાંચો: શું કંગનાની પહેલી ક્લાયન્ટ બનશે દિપીકા પાદુકોણ….!
સાન્યા મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરોમાં તેણે પિંક કલરનો બ્રાઈડલ લહેંગો પહેર્યો હતો. હાથમાં લાલ બંગડીઓ પહેરેલી અભિનેત્રી એકદમ દુલ્હન જેવી લાગી રહી છે. તે સોનાના દાગીનાથી લદાયેલી જોવા મળી હતી, જ્યારે સાન્યાની તસવીરો ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી.
તસવીરો શેર કરતી વખતે સાન્યા મલ્હોત્રાએ લખ્યું હતું કે ‘આંખોમાં નવી દુનિયાના સપના અને નવી જગ્યાનો અહેસાસ.’ આ તસવીરો પર ફેન્સ અભિનેત્રીના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું- ’90ના દાયકાના લગ્નનો ફોટો લાગે છે.’ બીજાએ ટિપ્પણી કરી- ’90ના દાયકાના લગ્નનો આલ્બમ.’ ત્રીજાએ લખ્યું હતું કે ‘એવું લાગ્યું કે તમે લગ્ન કરી લીધાં છે.’
આ પણ વાંચો: શું રામ કપૂરે વજન ઘટાડવા માટે કરાવી હતી સર્જરી? જાણો સચ્ચાઇ
તમને જણાવી દઈએ કે સાન્યા મલ્હોત્રાની આ તસવીરો તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસિસ’ની છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં દુલ્હનના અવતારમાં જોવા મળે છે, જ્યારે તેણે આ ફિલ્મનો જ લૂક શેર કર્યો છે. ‘મિસિસ’નું નિર્દેશન આરતી કે. દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સાન્યા સાથે કંવલજીત સિંહ, નિશાંત દહિયા અને સિયા મહાજન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ફિલ્મ ‘મિસિસ’ પહેલા સાન્યા મલ્હોત્રા સુનિધિ ચૌહાણના મ્યુઝિક વીડિયો ‘આંખ’ માટે સમાચારમાં હતી. આ વીડિયોમાં તેના ડાન્સ સ્ટેપ્સ અને એનર્જીને ચાહકોએ ખૂબ વખાણી હતી. આ સિવાય અભિનેત્રીનું નામ સિતારવાદક આશિષ શર્મા સાથે જોડવામાં આવી રહ્યું હતું. જોકે અભિનેત્રીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.