Aishwarya Rai-Bachchan માટે કોને બનાવવો છે તાજમહેલ? જાણીતા ડિરેક્ટરે કહ્યું, એ મારી…

બચ્ચન પરિવાર (Bachchan Family)ની બહુરાની અને ઈન્ડસ્ટ્રીની સૌથી બ્યુટીફૂલ એક્ટ્રેસ એટલે ઐશ્વર્યા રાય-બચ્ચનની ફેન ફોલોઈંગ દમદાર છે. જોકે, હાલમાં ઐશ્વર્યા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને બચ્ચન પરિવાર સાથેના ઐશ્વર્યાના વણસેલા સંબંધો વચ્ચે ઈન્ડસ્ટ્રીના એક જાણીતા ડિરેક્ટરે ઐશ્વર્યા માટે તાજમહેલ બંધાવવાની વાત કરી છે. જોઈએ કોણ છે આ ડિરેક્ટર અને તેની આ વાત આગમાં ઘી હોવાનું કામ કરશે કે કેમ?
આ પણ વાંચો: ડિવોર્સની અટકળો પર ઐશ્વર્યાનું પૂર્ણવિરામ, અભિષેકને B-day પર આપી શુભેચ્છા…
આ ડિરેક્ટર બીજા કોઈ નહીં પણ સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) છે. 2014માં આપેલા એક ઈન્ટરવ્યુમાં સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે તેઓ જે પણ વ્યક્તિ સાથે કામ કરે છે તેઓ તેમને પ્રેમ કરવા લાગે છે અને તેમને પોતાની જાતને સરેન્ડર કરી દે છે. ઐશ્વર્યા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે એ મારી પ્રેરણા છે, પણ હું તેને મોનાલિસા ના કહી શકું. પણ હા, હું એના માટે એક તાજ મહેલ ચોક્કસ બનાવવા માંગીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે કે ઐશ્વર્યા રાયે સંજય લીલા ભણસાલી સાથે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ બાદ દેવદાસ અને ગુઝારિશમાં કામ કર્યું હતું એ તો બધા જ જાણે જ છે. પરંતુ ઐશ્વર્યાને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે સંજય લીલા ભણસાલી સાથે આગામી કોઈ પ્રોજેક્ટમાં કામ કરશે કે કેમ?

આ સવાલના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે બાજીરાવ મસ્તાનીમાં હું એમની સાથે કામ કરવાની હતી પણ એમને મારા માટે કોઈ બાજીરાવ ના મળ્યો, અમે લોકો પદ્માવતમાં પણ કામ કરવાના હતા પરંતુ એ માટે તેમને ખિલજી ના મળ્યો મારા લાયક અને આમ અમારું સાથે કામ કરવાનો પ્લાન વર્કઆઉટ નથી થઈ રહ્યો. આગળ ઐશ્વર્યાએ એવું પણ જણાવ્યું હતું કે ઘણી વખત કાસ્ટિંગને કારણે પણ તમારે અટકી જવું પડે છે.
આ પણ વાંચો: આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર
હાલમાં ઐશ્વર્યા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ પર્સનલ લાઈફને કારણે તે અવારનવાર લાઈમલાઈટમાં આવતી રહી છે. બચ્ચન પરિવાર અને અભિષેક સાથેના વણસેલા સંબંધો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યા છે અને દરરોજ તેને લઈને નવી નવી વાતો સામે આવતી રહી છે. પરંતુ કપલે આ મામલે ઓફિશિયલી કોઈ પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું.