મનોરંજન

હવે સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડની નશીલી આંખોની થઈ ચર્ચા…

બોલીવૂડમાં સ્ટાર કિડ્સની બોલબાલા છે અને હવે વધુ એક સ્ટાર કિડ્સની નશીલી આંખોની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. આ સ્ટાર કિડ બીજું કોઈ નહીં પણ આપણા મુન્નાભાઈ ઉર્ફે સંજુબાબા એટલે કે સંજય દત્તની દીકરી ઈકરા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સોનુ નિગમ આ લગ્નમાં પહોંચ્યા હતા અને આ જ લગ્નમાં સંજુ બાબા પોતાની પત્ની માન્યતા અને ઈકરા સાથે પહોંચ્યા હતા. માન્યતા અને સંજય દત્તે આ લગ્નમાં પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. જોકે, સોનુ નિગમે સોશિયલ મીડિયા પર શેર કરેલાં ફોટોમાં ઈકરાની એક ઝડલ જોવા મળી રહી છે.

સંજય દત્ત અને માન્યતા દત્તની દીકરી ઈકરા 15 વર્ષની છે. સંજુબાબા આજકાલ મોટાભાગનો સમય પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. સંજુબાબા સુનિલ વસવાનીની દીકરીના લગ્નમાં પરિવાર સાથે હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ સૌથી વધુ ચર્ચા તો ઈકરા અને તેની આંખોની થઈ રહી છે.

આ પણ વાંચો: વધુ એક સ્ટાર ફેમિલી કિડની ફિલ્મ સૈયારાનું ટીઝર લૉંચઃ યશરાજ બેનર્સની ફ્લેવર દેખાઈ

ઈકરાએ આ ઈવેન્ટ માટે પિંક કલરનો લહેંગો પસંદ કર્યો હતો. સોનુ નિગમે જેવા આ લગ્નના ફોટો શેર કર્યા કે ઈકરાની આંખો અને સુંદરતાએ નેટિઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. સંજુબાબાના ફેન્સને તો વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેમની દીકરી આટલી મોટી થઈ ગઈ છે. ઈકરાની આંખો ખૂબ જ સુંદર છે. યુઝર્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ઈકરાની આંખો સંજુબાબા જેવી છે.

સોનુ નિગમે સોશિયલ મીડિયા પર આ લગ્નના ફોટો શેર કરતાં લખ્યું હતું કે અઢી દાયકા કરતા પણ લાંબા સમયથી સાથે મોટા થતાં, પ્રેમ, વિશ્વાસ, આંસુ, હસી અને ભાઈ સુનિલ તેમ જ આખા વાસવાની પરિવાર સાથેનો સંબંધ. માતા રાની અમને પ્રેમ, શાંતિ અને ખુશીના આશિર્વાદ આપે. જય માતા કી. સૌથી શાનદાર લગ્ન. આ ફોટોમાંથી કેટલાક ફોટોમાં સોનુ નિગમ અને સંજય દત્તને બાકી લોકોની સાથે સ્ટેજ પર પર્ફોર્મન્સ કરતી જોવા મળી રહ્યા છે. બીજા એક ફોટોમાં સંજુબાબાની દીકરી ઈકરાની પણ એક ઝલક જોવા મળી રહી છે.

ઈકરાની એક ઝલક જોયા બાદ યુઝર્સ પણ રિએક્ટ કરતાં પોતાની જાતને રોકી શક્યા નહોતા. એક યુઝરે ઈકરાના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું આ ખરેખર ઈકરા છે? કેટલી મોટી થઈ ગઈ? બીજા એક યુઝરે લખ્યું હતું કે ગુલાબી રંગના લહેંગામાં ઈકરા ખૂબ જ સુંદર લાગી રહી છે. ત્રીજા એક યુઝરે લખ્યું ખૂબ જ સ્વીટ…

આ પણ વાંચો: વધુ એક સ્ટાર કિડના ‘ફર્સ્ટ લૂકે’ મચાવી હલચલ, યૂઝરે લખ્યું ટવિન્કલની કોપી…

અત્રે ઉલ્લેખનીય છે કે ઈકરા માન્યતા દત્ત અને સંજય દત્તની દીકરી છે. માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. સંજુબાબાએ પહેલાં ઋચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને ત્રિશલા નામમી દીકરી છે. 1996માં ઋચાનું બ્રેન સ્ટ્રોકના કારણે નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ સંજુબાબાએ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા પણ લગ્નના થોડાક સમય બાદ જ બંને જણ અલગ થઈ ગયા હતા. તમે પણ ઈકરાનો વાઈરલ ફોટો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button