મનોરંજન

સંજય દત્ત મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચ્યા, પણ યુઝર્સે પૂછ્યું- ‘કઈ ફિલ્મ રીલિઝ થઈ રહી છે?’

બોલીવૂડના મુન્નાભાઈ એટલે કે સંજય દત્ત ઉર્ફે સંજુબાબા ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલની પૂજા-અર્ચનામાં લીન દેખાયા હતા. સોશિયલ મીડિયા પર આ સમયનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સંજુબાબા દૂરથી જ ભગવાનની ભસ્મ આરતીમાં લીન દેખાઈ રહ્યા છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સંજુબાબા મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરતાં જોવા મળી રહ્યા છે અને તેમણે સવારની ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. આ સમયે તેમણે મહાકાલ લખેલો સ્કાર્ફ પહેર્યો છે અને તેઓ પ્રભુ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. સંજુબાબા હાથ જોડેલા અને માથું ઝૂકાવીને બાબાની ભક્તિ કરી હતી.

જોકે, આ વાઈરલ થઈ રહેલાં વીડિયો પર હવે નેટિઝન્સ કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. જોકે, યુઝરની કમેન્ટ જોતાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તેઓ સંજુબાબાના આ વર્તનથી ખાસ કંઈ ખુશ નહોતા. એક યુઝરે આ વીડિયોમાં કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે કઈ ફિલ્મ રીલિઝ થઈ રહી છે આમની? તો વળી કેટલાક યુઝરને 1993ના મુંબઈ બ્લાસ્ટની યાદ આવી ગઈ હતી અને તેમને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવી એની સામે વાંધો પડ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત હાલમાં ફિલ્મ બાગી-4માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ સારું પ્રદર્શન કરી શકી નહોતી. જ્યારે તેમના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો સંજુબાબા રણવીર સિંહ સાથે ફિલ્મ ધૂરંધરમાં જોવા મળશે. આ ફિલ્મમાં સંજુબાબા મહત્ત્વના રોલમાં જોવા મળશે અને તે પાંચમી ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે.

આ ઉપરાંત સંજય દત્ત પ્રભાસ સાથે પણ ફિલ્મ ધ રાજા સાહબમાં જોવા મળશે અને એ ફિલ્મ પણ એ જ દિવસે રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત સાઉથની ફિલ્મ કેડી ધ ડેવિલમાં પણ સંજુબાબાની એક ઝલક જોવા મળશે.

આ પણ વાંચો…‘બાઘી 4’નું ટ્રેલર રિલીઝ: ટાઈગર શ્રોફનો એક્શનથી ભરપૂર અને સંજય દત્તનો ખૂંખાર લૂક જોવા મળ્યો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button