સંજય દત્તની દીકરી ત્રિશલાએ લખી ક્રિપ્ટીક પોસ્ટ, પરિવાર સાથેની નારાજગી દેખાઈ…

બોલીવૂડ સ્ટાર અને સતત વિવાદોમાં રહેલા સંજય દત્તની સૌથી મોટી દીકરી ત્રિશલાએ અચાનક એક પોસ્ટ મૂકી દત્ત પરિવાર સામેની નારાજગી બહાર લાવી દીધી છે. ત્રિશલાએ લોહીના સંબંધો ને પરિવાર વિશે જે લખ્યું છે તે ચોંકાવનારું છે.
ત્રશલાએ ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે જેમની સાથે તમારા લોહીના સંબંધો હોય તે દરેક વ્યક્તિની તમારા જીવનમાં જગ્યા હોય તે જરૂરી નથી. ક્યારેક નેગેટીવ, કંટાળો આપનારા લોકો પણ તમારી ફેમિલીમાં હોય છે.
ત્રિશલાએ લખ્યું છે કે તમને તમારી જિંદગી જીવવાની આઝાદી છે, તમને ઓછું કનેક્શન રાખવાની આઝાદી છે. તમારી ફેમિલીની ઈમેજને બદલે તમને તમારી મેન્ટલ હેલ્થ પસંદ કરવાની આઝાદી છે. ફેમિલીનો મતલબ એ નથી કે તેઓ તમારી સાથે ખોટું વર્તન કરવા માટે તમને ગિલ્ટી ફીલ કરાવવા માટે તેઓ આઝાદ હોય છે.

ત્રિશલા લખ્યું કે તમારે એ વ્યક્તિ સાથે હંમેશાં જોડાયેલા રહેવાની જરૂર નથી જે તમને તકલીફ આપે. ભલે તેમણે તમારું પાલનપોષણ કર્યું હોય. જ્યારે પરિવાર માત્ર દુનિયાને કેવું લાગે તે વિચારે અને તમને પરિવાર સાથે કેવું લાગે છે તે ન વિચારે ત્યારે તે એક પ્રોબ્લેમ છે.
ત્રિશલા પોતે મનોચિકત્સક છે. તે પરિવારના શો બિઝનેસથી દૂર લંડનમાં રહે છે. સંજય દત્તની પહેલી પત્ની ઋચા શર્માની દીકરી ત્રિશલાએ માતા ગુમાવ્યા બાદ પિતાનો સથવારો પણ મેળવ્યો નથી કારણ કે સંજય દત્ત તેના અફેર્સ અને વિવાદોમાં જ બિઝી રહ્યો છે.
ઋચાના કેન્સરમાં થયેલા મોત બાદ ત્રિશલા મોટેભાગે નાના-નાની અને હોસ્ટેલમાં જ રહી છે. જોકે તાજેતરમાં જ 10 ઑગસ્ટે તેણે સંજય દત્ત સાથે ફોટો શેર કરી હતી અને સંજયે પણ તેને વિશ કર્યું હતું. સંજય હાલમાં તેની ત્રીજી પત્ની માન્યતા અને બે સંતાનો સાથે રહે છે.
આ પણ વાંચો…હવે સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડની નશીલી આંખોની થઈ ચર્ચા…