બોલીવૂડના આ હેન્ડસમ એક્ટરની હત્યા કરવા માંગતી હતી Sania Mirza?!

સાનિયા મિર્ઝા (Sania Mirza) એક ટેનિસ પ્લેયર હોવાની સાથે સાથે જ તે એક જાણીતી ભારતીય સેલિબ્રિટી પણ છે, જે અવારનવાર વિવિધ કારણોસર ચર્ચામાં આવતી રહે છે. સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના હાલમાં જ ડિવોર્સ થયા છે અને ત્યારથી દરરોજ કોઈને કોઈ કારણે સાનિયા લાઈમલાઈટમાં રહે છે. હવે એક ચોંકાવનારો ખુલાસો એવો થયો છે કે સાનિયા મિર્ઝા બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરનું મર્ડર કરવા તૈયાર થઈ ગઈ હતી. ચોંકી ગયા ને? ચાલો તમને આ પાછળની આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ-
હેડિંગ વાંચીને એવો સવાલ પણ થાય કે આખરે શાહિદે એવું તે શું કર્યું કે સાનિયા તેનું મર્ડર કરવા તૈયાર થઈ ગઈ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સાનિયા મિર્ઝા અને શાહિદ કપૂર એક સમયે સિરીયલ રિલેશનશિપમાં હતા અને શાહિદના ખરાબ વર્તનને કારણે જ સાનિયા સાથે તેનું બ્રેકઅપ થયું હતું. ખુદ સાનિયાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
એમાં થયું એવું કે સાનિયા મિર્ઝા કરણ જોહરના બહુચર્ચિત શો કોફી વિથ કરણમાં પહોંચી હતી, જ્યાં સાનિયાને અમુક સવાલો કરવામાં આવ્યા જેમાં કેટલાક એક્ટર્સનું નામ લેવામાં આવ્યું અને સાનિયા એમની સાથે શું કરવાનું પસંદ કરશે એનો જવાબ તેણે આપવાનો હતો. આ જ સવાલમાં જ્યારે શાહિદનું નામ આવ્યું સાનિયાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તેના ચહેરા પર ગુસ્સો દેખાવવા લાગ્યો.
આ પણ વાંચો : સાનિયા મિર્ઝા હવે આ દેશ માટે કરશે કામ, હરભજનને પણ મળી મોટી જવાબદારી
સાનિયાએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે તે રણવીર સિંહ સાથે હુકઅપ કરશે, રણબીર કપૂર સાથે લગ્ન કરશે અને શાહિદ કપૂરનું નામ લેતા તેણે કહ્યું કે તે એની હત્યા કરવા માંગે છે. સાનિયા અને શાહિદના અફેયરના દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે પણ શાહિદની હત્યા કરવાની વાત કરીને સાનિયાએ બધાને ચોંકાવી ચોક્કસ દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિકે લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને એક દીકરો છે. પરંતુ આ વર્ષે સાનિયા અને શોએબ છુટા પડી ગયા છે અને હવે સાનિયા પોતાના દીકરા સાથે સમય પસાર કરી રહી છે. આજે સાનિયા મિર્ઝા પોતાનો 38મો જન્મદિવસ ઊજવી રહી છે ત્યારે આપણે એને શુભેચ્છા પાઠવી દઈએ, વિશ યુ અ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે સાનિયા મિર્ઝા…