
ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ઓટીટી-3 વિનર સના મકબુલે થોડાક દિવસ પહેલાં ખુલાસો કર્યો હતો કે ઓટોઈમ્યુન હેપેટાઈટિસ નામની ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે અને હવે આ બીમારી એ સ્ટેજમાં પહોંચી ગઈ છે કે તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ખુદ સનાએ આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કર્યો હતો અને ફેન્સ સાથે પોતાની હેલ્થ કંડીશનનું અપડેટ આપ્યું હતું.
સનાએ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમની ઈમ્યુન સિસ્ટમે હવે તેના લિવર પર આક્રમક રીતે હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. તેને લિવર સિરોસિસ ડાયગ્નોસ થયું છે, જે એક સામાન્ય સમસ્યા નથી. અનેક કેસમાં તો આ સમસ્યા જીવલેણ સાબિત થાય છે. પરંતુ આ ગંભીર બીમારીની ચપેટમાં આવ્યા બાદ પણ જીવન જીવવાનો મારી હિંમત જરાય ખૂટી નથી.
અહીંયા તમારી જાણ માટે કે સના મકબુલ હાલમાં શ્રીલંકામાં વેકેશન પર છે અને પોતાની જિંદગીને માણી રહી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શ્રીલંકા વેકેશનના ફોટો શેર કર્યા છે. જેમાં તે નવી નવી લોકેશન પર એન્જોય કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સનાના આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
સના મકબુલ હાલમાં જ બીમારીની સારવાર બાદ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ ફોટોમાં તે ક્યારેય બોટ રાઈડ એન્જોય કરતી જોવા મળી રહી છે તો ક્યારેક બીચ બેબી બનીને મજા કરતી જોવા મળી રહી છે. સનાના આ ફોટો પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે કોઈ આટલું સુંદર કેવી રીતે દેખાઈ શકે? બીજા એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઓલવેઝ માય ફેવરેટ, કારણ કે તું રિયલ છે. સના મકબુલના ફેન્સ તેની હેલ્થની ચિંતા પણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સના મકબુલ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે અને અનેક સુપરહિટ શોનો હિસ્સો રહી ચૂકી છે. આ સિવાય તે બહુચર્ચિત રિયાલિટી ટીવી શો બિગ બોસ ઓટીટી-3નો હિસ્સો રહીને શોની ટ્રોફી પોતાના નામે કરી ચૂકી છે.