વર્ષો બાદ Salman Khan સાથે જોવા મળી Ex. Girlfriend? ફોટો વાઈરલ થતાં જ…

હાલમાં જ મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓ અને મહાનુભવોએ હાજરી આપી હતી. આ જ ઈવેન્ટમાંથી એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ ફોટોમાં બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Bollywood Actor Salman Khan) અને બચ્ચન પરિવારની બહુરાની અને સલમાનની એક્સ ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan) એક સાથે જોવા મળે છે. આ ફોટો જોઈને લોકો એકદમ ચોંકી ઉઠ્યા છે, કારણ કે બંને જણ વર્ષો બાદ એક સાથે જોવા મળ્યા છે. ચાલો તમને આ વાઈરલ ફોટો પાછળની હકીકત જણાવીએ-
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર સલમાન ખાન, અર્પિતા ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો એક સાથે ફોટો વાઈરલ થઈ રહ્યો છે અને આ ફોટો જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે વર્ષોથી સલમાન ખાન અને ઐશ્વર્યા એકબીજા સામે આવવાનું ટાળી રહ્યા હતા અને અંબાણીના ઈવેન્ટમાં તેમનો આ સાથે પડેલો ફોટો વાઈરલ થતાં જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. આ ફોટો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ઓલરેડી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છુટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે.
પરંતુ જ્યારે આ ફોટોની સચ્ચાઈ વિશે તપાસ કરી તો એમાં એવું જાણવા મળ્યું કે વાઈરલ થઈ રહેલો આ ફોટો એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે અને સલમાન અને ઐશ્વર્યાએ એક સાથે પોઝ નથી આપ્યો. આ ફોટો એકદમ ફેક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની અફેયરની ચર્ચા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોરશોરથી કરાઈ રહી હતી, પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદથી જ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષોથી એકબીજાની સામે આવવાનું ટાળે છે અને એક સેફ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરીને ચાલે છે.