
નવી દિલ્હીઃ કરોનાકાળ બાદ અભિનેતા શાહરૂખ ખાનની દીકરાને ડ્રગ્સના કેસમાં જેલભેગો કરનારા IRS અધિકારી સમીર વાનખેડેએ બેડ્સ ઓફ બોલીવૂડ વેબસિરિઝ વિરુ્દ્ધ કરેલી અરજી કોર્ટે ફગાવી છે. વાનખેડેએ આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત નેટફ્લિક્સ શો ધ બેડ્સ ઓફ બોલિવૂડ પર સ્ટે રૂ. 2 કરોડ વળતર તરીકે આપવાની માગણી કરી હતી. જોકે કોર્ટે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી શા મટે કરી હતી. આ કેસ સાથે જોડાયેલા ત્રણ વકીલો પણ દિગ્ગજ હોવાથી કેસ રસપ્રદ બની ગયો છે.
સુનાવણી દરમિયાન સમીર વાનખેડે વતી વરિષ્ઠ વકીલ સંદીપ સેઠી હાજર થયા. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર થયા, જ્યારે નેટફ્લિક્સ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા. વાનખેડેના વકીલ સંદીપ સેઠીએ જણાવ્યું કે દિલ્હીમાં દર્શકો વેબ સિરીઝ જોઈ રહ્યા છે. દિલ્હીમાં જોવા માટે વેબ સિરીઝ પ્રકાશિત કરવા અંગે, તેમની બદનક્ષી કરવામાં આવી છે.
કોર્ટના જવાબમાં સેઠીએ કહ્યું હતું કે વાનખેડે વિરુદ્ધ મિમ્સ દિલ્હીમાં બન્યા છે, પણ તેમની બદનામી તો વેબસિરિઝ જ્યા જોઈ શકાય તે બધે જ થઈ છે. કોર્ટે જવાબમાં કહ્યું હતું કે જો તમારી અરજીમાં એવો કોઈ ઉલ્લેખ હોત કે દિલ્હીમાં સૌથી વધારે નુકસાન થયું છે કે માનહાનિ થઈ છે તો અમે આ અરજી વિશે વિચારી શક્યા હોત, પરંતુ આવું કંઈ નથી આથી અમે આ અરજી સ્વીકારી શકીએ તેમ નથી. વાનખેડેના વકીલે અરજીમાં સુધારા કરવા સમય માગ્યો હતો. જોકે કોર્ટે કોઈ નવી તારીખ આપી ન હતી.
વાનખેડેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કાનૂની પ્રક્રિયાઓ અને અધિકારક્ષેત્રોની કલમોને ધ્યાનમાં રાખી તેઓ ફરી અરજી કરશે.
આ પણ વાંચો…સમીર વાનખેડેએ આર્યન ખાન અને શાહરૂખ ખાન સામે માનહાનીનો દાવો માંડ્યો: જાણો શું છે મામલો