સમય રૈનાને તો મુંબઈ પોલીસે રાહત આપી પણ રણવીરનો કોઈ પત્તો નથી

મુંબઈઃ અતિ ચકચાર જગાવનારા સ્ટેન્ડઅપ કૉમેડિયન અને પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદીયાનો ફોન ગઈકાલથી બંધ છે અને પોલીસ તેના ઘરેથી પણ ખાલી હાથે પાછી ફરી છે. તો બીજી બાજુ સમય રૈનાને મુંબઈ પોલીસે થોડી રાહત આપી છે. મુંબઈ પોલીસ સમક્ષ રૈનાએ માગણી કરી હતી કે તે અમેરિકામાં છે અને તેનું નિવેદન તે થોડા દિવસો પછી આપશે તો મુંબઈ પોલીસે તેને થોડો સમય આપે. પોલીસે પહેલા આ માગણી ઠુકરાવી હતી, પરંતુ હવે સ્વીકારી છે. હવે 10 માર્ચ સુધીમાં રૈનાએ આવી તેનું નિવેદન આપવાનું રહેશે. જોકે હજુ આસામ પોલીસે તેને રાહત આપી નથી. અહીં તેણે 18 ફેબ્રુઆરી સુધીમાં આવી પોતાનું નિવેદન આપવાનું છે.
આ પણ વાંચો: રણવીર અલ્હાબાદિયાનો કેસ લડનાર યુવાન વકીલ કોણ છે તે જાણો છો ?
તો બીજી બાજુ જેના લીધે આખો હંગામો ઊભો થયો છે તે રણવીર બે દિવસથી ગાયબ છે. ગઈકાલે મુંબઈ અને આસામ પોલીસ તેના ઘરે ગઈ હતી, પરંતુ તે ઘરે ન હતો. તેનો ફોન પર પણ સંપર્ક થઈ શકયો નથી. રણવીરને ઘણી ધમકીઓ પણ મળી રહી હોવાના અહેવાલો છે. અગાઉ રણવીરના વકીલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તેની અલગ અલગ એફઆઈઆરને મર્જ કરવામાં આવે.
જોકે હવે તેનો કઈ સંપર્ક થયું હોવાનું જાણવા મળ્યું નથી.