સાઉથની આ સુપરસ્ટારે ચોરીછૂપે કરી લીધા બીજા લગ્ન, ફોટો પોસ્ટ કરી ફેન્સ સાથે શેર કર્યા ગુડ ન્યુઝ…

સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ બીજી વખત લગ્ન કરી લીધા છે. સામંથાએ વેબ સિરીઝ ધ ફેમિલી મેનના કો-ક્રિયેટર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા છે. સામંથાએ રાજ સાથે લગ્ન કરીને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સામંથા અને રાજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા હતા. આવો જોઈએ અભિનેત્રીના લગ્નની એક ઝલક…
સામંથા રૂથ પ્રભુએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાજ નિદિમોરું સાથેના સિમ્પલ વેડિંગના ફોટો શેર કર્યા છે. આ ફોટો સાથે તેણે માત્ર લગ્નની તારીખ શેર કરી છે. વાઈરલ થઈ રહેલાં વેડિંગ ફોટોમાં સામંથા બારીક ઝરીકામવાળી લાલ સિલ્કની સાડી પહેરી છે અને તેની સાથે તેણે ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી સ્ટાઈલ કરી છે. જ્યારે વરરાજાએ સફેદ સિમ્પલ કુર્તો-પાયજામો પહેર્યો હતો અને તેની સાથે બેજ કલરનો નહેરુ જેકેટ પહેર્યો હતો.
લગ્નની રસમ શરૂ થાય એ પહેલાં કપલે રિંગ એક્સચેન્જ કરી હતી. જેના ફોટો પણ સામંથાએ શેર કર્યા છે. બંનેના ફોટો જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવા માટે કપલ સંપૂર્ણપણે તૈયાર છે.
સામંથા અને રાજના અફેયર્સની ચર્ચાઓ 2024થી થઈ ગઈ હતી. બંને જણ અવારનવાર ઈન્સ્ટાગ્રામ ઈન્ટરેક્શન અને ફોટોએ શેર કર્યા છે. જોકે, બંને જણે ઓફિશિયલી રિલેશનશિપ કન્ફર્મ નહોતી કરી. તેમણે સેવેલા મૌને ફેન્સ અને મિત્રોની ઉત્સુક્તા વધારી દીધી હતી. દરેક નવી પોસ્ટ અને ઈન્ટરવ્યુએ તેમના સંબંધોને નવો વળાંક આપવાનું આવ્યું હતું.
સામંથા 2021માં ધ ફેમિલી મેન સિઝન ટુમાં જોવા મળી હતી અને એ સમયે તેનું કેરેક્ટર અને પર્ફોર્મન્સ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ સિવાય બંને જેણે વરુણ ધવન સ્ટારર સિરીઝ સિટાડેલ હની બનીમાં પણ સાથે કામ કર્યું જ્યાં તેમની પર્સનલ અને પ્રોફેશનલ રિલેશનશિપ વધારે સ્ટ્રોન્ગ બની હતી. સામંથા અને રાજના આ શાંત, હાર્ટ ટચિંગ લગ્ન પકથી ખ્યાલ આવે છે કે ક્યારેક ક્યારેક સુંદર અને સ્ટ્રોન્ગ લવસ્ટોરી ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લખાય છે.



