સમંથા રૂથ પ્રભુનો આ અવતાર જોઇ ફેન્સ થઇ ગયા પાણી પાણી

અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ સ્વાસ્થ્યના કારણોસર ફિલ્મીજીવનમાંથી થોડો સમય બ્રેક લીધો હતો. હવે તે કામ પર પાછી ફરી છે. કામ પર પાછા ફર્યા બાદ ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે અપડેટ્સ શેર કરતી રહે છે. દરમિયાન, તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર તેના ચાહકો સાથે વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના લુક સાથે આગ લગાવતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સને પરસેવો છૂટી ગયો છે. તમે પણ જુઓ અભિનેત્રીનો આ હોટ લુક.
સામંથા દ્વારા શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરોમાં તે બ્રાઉન રંગની બિકીની પહેરીને પાણીમાં પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં તેનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. સામંથા રૂથ પ્રભુનો આવો હોટ લુક તમે પહેલા કદાચ નહીં જોયો હોય. તેથી જ એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સ ચોંકી જતા જોવા મળી રહ્યા છે અને તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને ચોંકાવનારી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. હાલમાં અભિનેત્રીની આ હોટ સ્ટાઈલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
સામંથા રૂથ પ્રભુ પોતાની તબિયતના કારણે કેટલાક સમયથી બ્રેક પર હતી. અભિનેત્રી ઓટોઇમ્યુન માયોસાઇટિસ જેવી ગંભીર બીમારીથી પીડિત હતી. જેના માટે તે અમેરિકામાં સારવાર લઈ રહી હતી, હવે અભિનેત્રી બિલકુલ સ્વસ્થ છે અને લગભગ 7 મહિનાના લાંબા બ્રેક બાદ સામંથા ફરી એકવાર ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે.