Golden Matalic ડ્રેસમાં ચાહકોની હાર્ટબીટ વધારી સાઉથની આ એકટ્રેસે…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર ગણાતી અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુ (Samantha ruth prabhu) હાલમાં જ તેની આગામી વેબ સીરીઝ સિટાડેલ: હની બનીની સ્ક્રીનીંગ સમયે ગોલ્ડન ડ્રેસ પહેરીને ચાહકોની ધડકનો વધારી દીધી હતી. આ સમયે એક્ટ્રેસનો ગોર્જીયસ અવતાર જોઈને ફેન્સ બેકાબુ થઈ ગયા હતા. ચાલો જણાવીએ આખરે એવું તે શું પહેરીને પહોંચી આ બાર્બી ડોલ…
આ પણ વાંચો : શા માટે એક ડોક્ટરે Samantha Ruth Prabhuને જેલમાં મોકલવાની ભલામણ કરી?
સામન્થા રૂથ પ્રભુ આ સમયે ક્રેશા બજાજ દ્વારા ડિઝાઈન કરેલો ઓફ શોલ્ડર ગોલ્ડન મેટાલિક ડ્રેસ પહેરીને ચાહકોના હોંશ ઉડાવી દીધા હતા. ગોલ્ડન કલરના સ્ટ્રેપલેસ ટોપ અને ફૂલ લેંથ આઉટફિટમાં સામન્થાએ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. આ ડિઝાઈનર આઉટફિટ સાથે તેણે ગોલ્ડ હુપ ઈયરરિંગ્સ, સ્ટ્રેપી હિલ્સ સાથે સુંદર વોચ પહેરી હતી.
આ પણ વાંચો : આ એક્ટ્રેસે ટ્રાન્સપરેન્ટ ગ્રીન કલરના ગાઉન પહેરી ઉડાવ્યા ફેન્સના હોંશ, તમે પણ જોઈ લેશો તો…
હેર સ્ટાઈલની વાત કરીએ તો તેણે હાઈલેટેડ હેરમાં સુંદર કર્લ્સ સાથે મિનિમલ મેકઅપ કર્યો હતો. સામન્થાનો આ લૂક ખૂબ જ શાનદાર હતો અને ફેન્સ એકદમ ફ્લેટ થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર સામન્થાનો આ ગોલ્ડન લૂક આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના આ ફોટો પર લાઈક અને કમેન્ટ કરીને સામન્થા પર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં સામન્થા રૂથ પ્રભુના ફોટો પર હજારો લાઈક્સ અને કમેન્ટ્સ આવી ચૂક્યા છે.
વાત કરીએ સામન્થા રૂથ પ્રભુના વર્ક ફ્રન્ટની તો તે ટૂંક સમયમાં જ વેબ સીરિઝ સિટાડેલ-હની બન્નીમાં જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે બોલિવુડ એક્ટર વરુણ ધવન પણ જોવા મળશે, આ સીરિઝ બે દિવસ બાદ એટલે કે સાતમી નવેમ્બર, 2024ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો : સમંથા રૂથ પ્રભુનો આ અવતાર જોઇ ફેન્સ થઇ ગયા પાણી પાણી
પર્સનલ લાઈફની વાત કરીએ તો સામન્થા રૂથ પ્રભુએ 2017માં સાઉથના સુપર સ્ટાર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. તેમણે હિંદુ અને ઈસાઈ એમ બંને પદ્ધતિથી લગ્ન કર્યા હતા. પરંતુ સામન્થા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના આ લગ્ન ચાર જ વર્ષ ટકી શક્યા હતા. 2021માં કપલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ડિવોર્સની જાહેરાત કરી હતી.