આ એક્ટ્રેસે ટ્રાન્સપરેન્ટ ગ્રીન કલરના ગાઉન પહેરી ઉડાવ્યા ફેન્સના હોંશ, તમે પણ જોઈ લેશો તો…

હાલમાં અબુધાબીમાં આઈફા એવોર્ડ્સ ચાલી રહ્યા છે અને આ એવોર્ડ ફંક્શનમાં બોલીવૂડ જ નહીં પણ સાઉથના સુપર સ્ટાર્સ પણ પોતાનો જલવો બિખેરી રહ્યા છે. આ જ સિલસિલામાં સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર સામંથા રૂથ પ્રભુ (Samantha Rooth Prabhu)નો જે ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે એ જોઈ લીધા બાદ તમે એના પરથી પોતાની નજર નહીં હટાવી શકો. આવો જોઈએ શું છે ખાસ સામંથાના આ લૂકમાં…
આ પણ વાંચો :સ્ટેજ પર હજારો લોકોની સામે આ કોના પગે પડી Aishwarya Rai-Bachchan, વીડિયો થયો વાઈરલ…
સામંથા એવોર્ડ ફંક્શનમાં ગ્રીન કલરના ટ્રાન્સપરેન્ટ ગાઉનમાં જોવા મળી હતી અને તે હંમેશની જેમ એકદમ ગ્લેમરસ અને બ્યુટીફૂલ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર તેના આ આઉટફિટ પહેરેલા ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો જોયા બાદ ફેન્સ તેના પરથી નજર હટાવી શક્યા નહોતા. લાઈક્સ અને કમેન્ટ કરીને ફેન્સ સામંથા પર પ્રેમ વરસાવી રહ્યા છે.
આઈફા એવોર્ડ્સમાં સામંથાનો આ હોટ એન્ડ બોલ્ડ અવતાર જોઈને તેના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સામંથા રૂથ પ્રભુને આ સમયે વુમન ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવી હતી અને પોતાની ફેવરેટ સ્ટારને આ એવોર્ડ મળતાં જ પ્રશંસકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સામંથા રૂથ પ્રભુ ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરીને તે ફેન્સના ટચમાં રહેવાનો પ્રયાસ કરે છે. તમે પણ સામંથાનો ગ્રીન ટ્રાન્સપરેન્ટ ગાઉનવાળો ફોટો ના જોયા હોય તો એક વખત ચોક્કસ જોઈ લેજો, પરસેવા ના છૂટી જાય તો કહેજો બોસ…