સામંથાએ નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડા અંગે લખી ‘ક્રિપ્ટિક’ વાત, ચાહકો ચિંતામાં…
![samantha naga chaitanya divorce](/wp-content/uploads/2025/02/samantha-cryptic-messages.webp)
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ઘણીવાર પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરતી હોય છે. તે ચાહકો સાથે પ્રેરક અવતરણો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા પણ અભિનેત્રીએ આવી જ એક ક્રિપ્ટિક પોસ્ટ લખી હતી, ત્યાર બાદ તે ફરી ચર્ચામાં આવી છે.
Also read : તમન્ના ભાટિયાનો બોયફ્રેન્ડ રાશા સાથે મસ્તીની પળોમાં જોવા મળ્યો, તસવીરો જુઓ…
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક્ટર નાગા ચૈતન્યએ પોતાના અને સામંથાના છૂટાછેડા અંગે મૌન તોડ્યું હતું અને છૂટાછેડાને લઈને ખૂલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અભિનેતાએ કહ્યું હતું કે તે અને સામંથા પોતપોતાના જીવનમાં આગળ વધ્યા છે.
ઉપરાંત, તેઓ એકબીજાને ખૂબ માન આપે છે. તેણે કહ્યું કે તે છૂટા પડેલા પરિવારમાંથી આવે છે અને તે સંબંધો તોડતા પહેલા 1000 વાર વિચારે છે, જે કંઈ પણ થયું, બધું કાળજીપૂર્વક વિચાર્યા પછી અને બંનેની સંમતિથી થયું હતું.
નાગા ચૈતન્યએ વધુમાં કહ્યું હતું કે બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે અને ખુશ છે. અમે બંને પોતપોતાનું જીવન જીવીએ છીએ. મને પણ પ્રેમ મળી રહ્યો છે અને સામંથાને પણ. આ વિષય પર હવે ચર્ચા થવી જોઈએ નહીં. આ અમારી અંગત બાબત છે.
હવે અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે. સામંથાએ સદગુરુનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું છે કે એક મનુષ્ય તરીકે તમે પ્રાણી નથી, પરંતુ બની રહ્યા છો. કશું નિશ્ચિત નથી. તમે જે રીતે જીવવા માંગો છો તે રીતે જીવી શકો છો.
Also read : લગ્નને એક વર્ષ નથી થયું અને Sonakshi Sinhaએ નણંદ સાથે કર્યું કંઈક એવું કે… ઝહિર પણ જોતો રહી ગયો
અભિનેત્રીનો ફોટો જોઈને, ચાહકો પણ હેરાન છે કે અભિનેત્રી ઠીક છે કે નહીં કે પછી હાર્ટબ્રેકને કારણે અભિનેત્રી હજુ પણ ટેન્શનમાં છે? તમને જણાવી દઈએ કે, ફિલ્મ સ્ટાર્સના લાખો ચાહકો હોય છે. ચાહકો દરેક નાની-મોટી વાત પર ઝડપથી પ્રતિક્રિયા આપવા લાગે છે. આ માત્ર અભિનેત્રી અને અભિનેતા માટે તેમનો આદર અને પ્રેમ હોય છે.