Vivek Oberoiએ કર્યા સલમાન ખાનના સૌથી મોટા દુશ્મનના વખાણ, પછી જે થયું એ…

બોલીવૂડમાં સલમાન ખાન અને વિવેક ઓબેરોયની દુશ્મની કોઈથી છુપી નથી અને એનું કારણ પણ લગભગ બધાને જ ખ્યાલ છે. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય સાથે વિવેક ઓબેરોય રિલેશનશિપમાં રહી ચૂક્યો છે અને બસ ત્યારથી જ સલમાન અને વિવેક વચ્ચે એક ખટરાગ જોવા મળે છે. હવે જ્યારે સલમાન ખાન ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે ત્યારે વિવેક ઓબેરોયનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેણે બિશ્નોઈ સમાજ અને તેમણે આપેલા બલિદાનના વખાણ કર્યા હતા. જેને કારણે વિવેક અને સલમાન વચ્ચેની જૂની અદાવત ફરી એક વખત ચર્ચાનું કારણ બની છે.
સોશિયલ મીડિયા પર વિવેક ઓબેરોયનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વિવેક બિશ્નોઈ સમાજના વખાણ કરી રહ્યો છે અને બિશ્વોઈ સમાજની સંસ્કૃતિ ખૂબ જ સુંદર છે અને એને દુનિયાભરમાં વહેંચવી જોઈએ, વધુમાં વધુ લોકોને આ વિશે જણાવવું જોઈએ.
આ જ ઈન્ટરવ્યુમાં વિવેકે આગળ એવું પણ કહ્યું હતું કે હું એટલું સમજી શક્યો છું કે બિશ્નોઈ સમાજનો પ્રેમ એવો છે કે જે કોઈને એક વખત પકડી લે છે તો એને છોડી શકતો નથી. હું રાજસ્થાનમાં જ મોટો થયો છું અને મને આ માટી માટે વિશેષ પ્રેમ છે. ખૂબ જ પ્રેમભરી યાદો છે. મારા અનેક મિત્રો બિશ્નોઈ સમાજના છે અને મને પહેલાં તો લાગતું હતું બિશ્નોઈ ખાલી એક સરનેમ છે પણ જ્યારે મને ખબર પડી કે આ તો આખો સમાજ છે તો હું ચોંકી ગયો.
આ પણ વાંચો :બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ સમાજ સાથે સલમાન ખાનનો એક વિવાદ રહ્યો છે અને એને કારણે જ તેને ખાસ્સી એવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સલમાન ખાન હાલમાં લોરેન્સ બિશ્નોઈના નિશાના પર પણ છે અને એવા સમયે વિવેકનો આ વીડિયો આગમાં ઘી નાખવાનું કામ કરે છે કે કેમ એ જોવું રહ્યું.