સ્ટેજ પર ડાન્સ કરતો હતો Salman Khan, અચાનક થયું કંઈક એવું કે…

બોલીવૂડનો ભાઈજાન દબંગ સલમાન ખાન (Salman Khan)ની ફેનફોલોઈંગ એકદમ તગડી છે અને તેની ગણતરી આજે પણ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ હેન્ડસમ અને એલિજેબલ બેચલર તરીકે કરવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સલમાન સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે, પરંતુ અચાનક કંઈક એવું થાય છે કે સલમાન ખાન સ્ટેજ પરથી દોડી જાય છે. ચોંકી ગયા ને? ચાલો તમને જણાવીએ ઈનસાઈડ સ્ટોરી-
Also read : Viral Video: ફેને આપી અભિષેક બચ્ચન સાથે કનેક્ટેડ ગિફ્ટ, ઐશ્વર્યા રાયે આપ્યું આવું રિએક્શન…
સલમાન ખાન કોઈ પણ ફિલ્મ કરે તેમની ફિલ્મમાં એક ગીત તો એવું હોય જ કે તે વાઈરલ થઈ જાય છે. સમાન ખાનની જ ફિલ્મનું ગીત મુન્ની બદનામ હુઈ પણ એમાંથી જ એક છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં મનિષ પોલ અને તમન્ના ભાટિયા પણ ભાઈજાનના આ હિટ ગીત પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો કોઈ ઈવેન્ટનો હોવાનું ખ્યાલ આવે છે. સલમાન ખાન પણ આ ગીતનો જાણીતો હુકઅપ સ્ટેપ કરતો જોવા મળે છે. પરંતુ અહીં કહાનીમેં ટ્વીસ્ટ આવે છે.
સલમાન, મનિષ અને તમન્ના ડાન્સ કરતાં હોય છે એટલામાં જ સુનિલ ગ્રોવર પણ ગુત્થી બનીને ત્યાં પહોંચે છે. સુનિલ ગ્રોવરને જોતા જ સલમાન ખાન હસી પડે છે અને તે ડાન્સ કરે છે. અને તે ત્યાંથી દોડી જવાનો પ્રયાસ કરે છે. સલમાન અને સુનિલનો આ વીડિયો જોવામાં ખૂબ જ મજેદાર લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો પર નેટિઝન્સ એકદમ મજેદાર કમેન્ટ્સ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ક્યુટ મુન્ની સલમાન ખાન. બીજા એક યુઝરે લખ્યું કે શું કરું આનું મારી પણ નથી શકતો, પ્રેમ કરું છું આને. બીજા એક યુઝરે લખ્યું હતું કે તમન્ના પૂરા હોશમાં ડાન્સ કરી રહી છે. કેટલાક લોકો આ વીડિયો પર હસવાના ઈમોજી પણ શેર કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-
Also read : બોલો, રેખાએ મંચ પર અક્ષય કુમારને કર્યો ‘ઈગ્નોર’, સિક્રેટ શું છે?
સલમાન ખાને ફિલ્મ દબંગમાં મુન્ની બદનામ હુઈ ગીત મલાઈકા અરોરા સાથે ઠુમકા લગાવ્યા હતા અને આ ગીત સુપરહિટ સાબિત થયું હતું. વાત કરીએ સલમાન ખાનના વર્ક ફ્રન્ટની તો સલમાન ખાનની ફિલ્મ સિકંદર ટૂંક સમયમાં જ રીલિઝ થવા માટે તૈયાર છે. ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.