સલમાન ખાનના એ ફાટેલાં શૂઝની કિંમત જાણશો આંખો પહોળી થઈ જશે…
બોલીવૂડનો ભાઈજાન સલમાન ખાન ગઈકાલથી તેના જૂના, ફાટી ગયેલાં શૂઝને કારણે ચર્ચામાં છે અને હવે આ શૂઝ બાબતે જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હવે આ શૂઝની કિંમત વિશે ખુલાસો કરવામાં આવ્યો છે અને શૂઝની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો અને કહેશો કે ના હોય ભાઈ, આવા શૂઝ માટે કોણ આટલા પૈસા ચૂકવે? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વગર તમને સીધું સીધું સલમાનના શૂઝની કિંમત જણાવી દઈએ તો આ સલમાનના આ શૂઝની કિંમત છે 1,42,962 રૂપિયા.
જી હા, બૂટની કિંમત સાંભળીને આંખો પહોળી થઈ ગઈ ને? સલમાન ખાન ગઈકાલથી સોશિયલ મીડિયા પર ફાટેલા અને જૂના-પુરાણા જેવા શૂઝ પહેરીને ઈવેન્ટમાં પહોંચતા ચર્ચાનું કારણ બન્યો હતો લોકોને એ સવાલ સતાવી રહ્યો હતો કે આટલો મોટો સુપરસ્ટાર હોવા છતાં પણ સલમાન આખરે કેમ આવા શૂઝ પહેરીને ઈવેન્ટમાં પહોંચ્યો હશે?
હવે એક પત્રકારે ભાઈજાનની આ શૂઝ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને આ ખુલાસા અનુસાર સલમાન ખાને ફાટેલાં કે જૂના શૂઝ નથી પહેર્યા. પરંતુ હકીકતમાં તો આ શૂઝ એક લક્ઝરી બ્રાન્ડના છે અને એટલું જ નહીં આ શૂઝ ટ્રેન્ડમાં પણ છે. તમને હજી પણ વિશ્વાસ ના થતો હોય તો અમે તમને તેણે પહેલાં શૂઝની બ્રાન્ડવ વિશે જણાવીએ. Balenciaga નામની બ્રાન્ડના આ શૂઝ જોયા બાદ કદાચ તમને અમારી અવે પેલી પત્રકારની વાત પર વિશ્વાસ બેસે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર થ્રીએ ભારતમાં 13 દિવસે 3.5 કરોડ રૂપિયા કમાણી કરતાં અત્યાર સુધીમાં કુલ 275 કરોડની કમાણી કરી છે. હવે લોકો એ વાતનો ડર સતાવી રહ્યો છે કે આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં પણ એન્ટર થઈ શકશે કે નહીં?