સિંઘમ અગેઇનમાં થશે ‘હુડ હુડ દબંગ દબંગ’, સલમાન ખાન કરશે કેમિયો?

મુમાંબી: આ દિવાળીના તહેવાર પર રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ (Singham Again) રિલીઝ થવાની છે, સ્ટાર્સથી ભરપુર ફિલ્મ બોક્સ ઓફીસ પર મોટા રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેઇલરમાં આજય દેવગણ, અક્ષય કુમાર, અર્જુન કપૂર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, જેકી શ્રોફ જેવા સુપર સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. એવામાં એવા આહેવાલો છે કે સિંઘમ અગેઇનમાં સલમાન ખાનનો ‘ચુલબુલ પાંડે’ તરીકે કેમિયો (Salman Khan as Chulbul Pandey) હોઈ શકે છે.
વર્ષ 2010રિલીઝ થયેલી દબંગ ફિલ્માં સલમાન ખાન ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળ્યો હતો, ચુલબુલ પાંડેનું કેરેક્ટર દર્શકોને ખુબ પસંદ પડ્યું હતું. તાજેતરમાં ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, લગભગ 5-મિનિટ લાંબુ ટ્રેલર એક્શન સીન્સ અને આઇકોનિક ડાયલોગ્સથી ભરપૂર છે.
ટ્રેલરમાં તમામ કેરેક્ટર્સની ઝલક બતવવામાં આવી છે, સાથે સાથે ફિલ્મમાં રામાયણનો સંદર્ભ પણ જોડવામાં આવ્યો છે. ફિલ્મમાં પાત્રોને નવા અર્થઘટન સાથે રજૂ કરવામાં આવ્યા છે. અજય દેવગણ અર્જુન બાજીરાવ સિંઘમની ભૂમિકામાં જોવા મળશે, જેને રામના પાત્ર સાથે જોડવામાં આવ્યો છે.
આ પણ વાંચો….Shubman Gill સાથે હૂકઅપ કરવા માંગે છે 30 વર્ષ મોટી બોલીવૂડ એક્ટ્રેસ?
ફિલ્મમાં કરીના કપૂર અજયની પત્નીની ભૂમિકામાં છે, રણવીર સિંહ સિમ્બા અને અક્ષય કુમાર સૂર્યવંશી ભૂમિકાઓ ફરી જોવા મળશે. રોહિત શેટ્ટી કોપ યુનિવર્સમાં દીપિકા પાદુકોણનો ‘લેડી સિંઘમ’ તરીકે ઉમેરો થયો છે. ટાઈગર શ્રોફ પણ એસીપી સત્ય પટ્ટનાઈક તરીકે ટીમમાં એન્ટ્રી કરશે.
‘સિંઘમ અગેઇન’ સુપર-હિટ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. ‘સિંઘમ’ 2011માં રિલીઝ થઈ હતી, જેમાં કાજલ અગ્રવાલ અને પ્રકાશ રાજ જોવા મળ્યા હતાં, ત્યારબાદ 2014માં ‘સિંઘમ રિટર્ન્સ’ રિલીઝ થઇ હતી.બંને ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઇ હતી.
સિંઘમ અગેઇન આ દિવાળીએ રિલીઝ થશે, જે કાર્તિક આર્યન સ્ટારર ભૂલ ભુલૈયા 3 સાથે બોક્સ-ઓફિસ પર ટકરાશે.