Salman Khanએ એવું તે શું કર્યું કે Bodygaurd Sheraને આવ્યો ગુસ્સો??, આપ્યું આવું reaction
હેડિંગ વાંચીને તમે એવું વિચારો કે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અને એમના બોડીગાર્ડ શેરા વચ્ચે કંઈ લોચા પડ્યા છે ને આ જ કારણે ગુસ્સામાં આવીને શેરાએ એવું રીએકશન આપ્યું છે તો ભાઈસાબ એવું કંઈ જ નથી. આ તો સલમાન ખાનનો એક જૂનો બર્થડે પાર્ટીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે છે જેમાં ભાઈજાન સલમાન ખાન સુષ્મિતા સેન સાથે એકદમ કોઝી થઈને હગ અને ડાન્સ કરી રહ્યો છે. આ જોઈને શેરા બંને જણને એક ટક ગુસ્સામાં ઘુરતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો સલમાન ખાનના 53મા બર્થડે પાર્ટીનો છે. આ વીડિયોમાં સલમાન ખાન સુષ્મિતા સેનને વારંવાર ગળે મળી રહ્યો છે અને બાદમાં બંને જાણ મસ્તીમાં ડાન્સ પણ કરતાં જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન અને સુશ બંને ખૂબ જ સારા મિત્રો છે. બંને જણને પોતાની મસ્તીમાં જોઈને પાર્ટીમાં આવેલા બીજા સેલેબ્સ પણ તેમને સાથે જોઈને ખુશ થતા દેખાઈ રહ્યા છે અને થોડી વારમાં બધા લોકો ત્યાંથી દૂર ખસી જાય છે. પણ આ બધામાં શેરા ત્યાં જ ઊભો રહે છે અને બંને જણાને એકદમ ઘૂરતો જોવા મળી રહ્યો છે અને જાણે એવું કહેતો જોવા મળી રહ્યો છે કે ભાઈ બસ હવે ભાઈ…
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ પણ આ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની મજાક ઉડાવી રહ્યા છે કે ભાઈ આનું રીએકશન એકદમ જોરદાર છે, મજા પડી ગઈ…
સલમાન અને સુષ્મિતા શેન ખૂબ જ સારા મિત્રો છે અને તેમણે બંનેએ સાથે બીવી નમ્બર વન અને મૈંને પ્યાર ક્યોં કિયા જેવી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. ફેન્સને બંને જણની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ પણ આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શેરા વર્ષોથી સલમાન ખાન સાથે જોડાયેલો છે અને બંને વચ્ચે ખૂબ જ સારો બોન્ડ પણ છે…