જાણીતા અભિનેતાએ વેચ્યો મુંબઈનો લક્ઝરી ફ્લેટ, શું છે કારણ?

બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan) તેની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને હાલમાં જ આ ફિલ્મમાંથી એક્ટરનો પહેલો લૂક સામે આવ્યો હતો. જોકે, આ બધા વચ્ચે સલમાન ખાને મુંબઈના આવેલો પોતાનો લક્ઝુરિયસ ફ્લેટ વેચી દીધો છે અને મળતી માહિતી મુજબ 1,318 સ્ક્વેર ફૂટના આ લક્ઝુરિયસ ફ્લેટની ડીલ કરોડો રૂપિયામાં થઈ છે. જોકે, સલમાન ખાને આ ફ્લેટ કેટલામાં ખરીદ્યો હતો અને શા માટે તેણે હાલમાં આ ફ્લેટની ડીલ કરી છે એનું કારણ જાણી શકાયું નથી.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સલમાન ખાનનો આ ફ્લેટ હાલમાં જ 5.25 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. સ્કેવેયર યાર્ડ્સ અનુસાર બોલીવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈના બાંદ્રા વેસ્ટ ખાતે આવેલો આશરે 1,318 સ્ક્વેયર ફૂટનો એપાર્ટમેન્ટ 5.35 કરોડમાં વેચ્યો છે. બુધવારે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે સલમાન ખાનની ડીલની પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સનું રિવ્યુ કર્યું છે. ટ્રાન્ઝેક્શન આ જ મહિને રજસ્ટર્ડ કર્યું છે. સલમાનનો આ ફ્લેટ શિવ સ્થાન હાઈટ્સમાં સ્થિત છે.
જોકે, અચાનક સલમાન ખાને કેમ મુંબઈ ખાતે આવેલા પોતાનો આ લક્ઝુરિયસ ફ્લેટની ડીલ કરી છે કે પછી તેણે આ ફ્લેટ ક્યારે અને કેટલામાં ખરીદ્યો હતો એની કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે, જે બાંદ્રામાં આવેલો છે. સલમાનના જન્મદિવસે, ઈદ પર સલમાનના ફેન્સ તેની ઝલક જોવા માટે ભીડ લગાવતા હોય છે. સલમાન પણ બાલ્કનીમાં આવેલીને પોતાના ફેન્સને મળે છે. સલમાનનો આ ફ્લેટ વનબીએચકે છે. આ એપાર્ટમેન્ટમાં સલમાન ખાન ગ્રાઉન્ડ ફ્લોર પર અને સલીમ ખાન પોતાની પત્ની સાથે પહેલાં માળ પર રહે છે. જોકે, સલમાન ખાને તેના પર થયેલાં જીવલેણ હુમલા બાદ સલમાને ખાને આ ફ્લેટની બાલ્કનીને બુલેટપ્રૂફ કાચથી કવર કરી દીધી છે.
વાત કરીએ સલમાન ખાનના વર્ક ફ્રન્ટની તો સલમાન ખાનની ફિલ્મ સિકંદર આ જ વર્ષે રીલિઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી. હવે સલમાન ખાનના ફેન્સ આતુરતાપૂર્વક તેની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન સાથે ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે.