નેશનલમનોરંજન

58 વર્ષે Salman Khan પરણશે આ જાણીતી ઈન્ડિયન એથ્લિટને…

બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) 58 વર્ષની ઉંમરે પણ મોસ્ટ એલિજેબલ બેચલરમાંથી એક છે અને ભાઈજાન હંમેશા પોતાના સિંગર રિલેશનશિપ સ્ટેટસને કારણે લાઈમલાઈટમાં પણ રહે છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર સલમાન ખાનના લગ્નને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. સલમાન ખાનનું નામ જાણીતી ભારતીય એથ્લિટ સાથે જોડાયું છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે સલમાન 58 વર્ષની ઉંમરે પરણવાની તૈયારી કરી રહ્યો છે. ચાલો જાણીએ કોણ છે એ એથ્લિટ અને શું છે આ દાવા પાછળની સચ્ચાઈ-

અહીંયા જે એથ્લિટને વાત કરી રહ્યા છીએ એ ટેનિસ પ્લેયસ સાનિયા મિર્ઝા (Sania Mirza) છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથેના ડિવોર્સ બાદ તો સાનિયાનું નામ ટીમ ઈન્ડિયાના ખેલાડી મોહમ્મદ શમી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. હવે સલમાન ખાન સાથે સાનિયાનું નામ જોડાતા ભાઈજાનના ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે.

સાનિયા અને સલમાન અનેક વખત પબ્લિકલી દેખાાયા છે અને એને કારણે તેમના વચ્ચે કંઈક ચાલી રહ્યું છે એવી અટકળો તેજ થઈ ગઈ છે. જોકે, બંનેના નજીકના મિત્રોએ એ વાત કન્ફર્મ કર્યું છે કે આવું કંઈ જ નથી અને સલમાન અને સાનિયા વચ્ચે એક મજબૂત પ્લેટોનિક બોન્ડ છે. બંને જણ એકબીજાને ફેમિલી માને છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓમાં એકબીજાને સાથ આપે છે.

આ ઉપરાંત સાનિયા મિર્ઝાની બુક લોન્ચ વખતે પણ સલમાન અને સાનિયાની મિત્રતા જોવા મળી હતી જ્યારે સલમાને તેને ખુલીને સપોર્ટ કરી હતી. આ ઈવેન્ટ બાદ તો બંનેના અફેયરની ચર્ચાઓ એકદમ તેજ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટના ફોટો આગની જેમ વાઈરલ થયા હતા.


આ પણ વાંચો…..એક સમયે બાળકોના પ્રિય ‘Shaktiman’ થયા ટ્રોલ, મુકેશ ખન્નાના વૃદ્ધત્વની ઉડાવી માજાક


સાનિયા અને સલમાનના અફેયર અને લગ્નની જોરદાર ચર્ચાઓ વચ્ચે પણ સૂત્રોએ એ વાતને રદીયો આપ્યો છે અને જણાવ્યું હતું કે આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી અને બંને એકબીજાના ગાઢ મિત્રો છે. સાનિયાએ ખુદ આ બાબતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું સલમાન અને મારો સંબંધ માત્રને માત્ર પ્લેટોનિક છે અને લગ્ન વિના જ તેઓ જીવનભર માટે એકબીજાના સારા મિત્રો બનીને રહેવા માંગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button