આ કારણે સલમાન ખાને ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવાનું બંધ કરી દીધું…

સલમાન ખાન પાર્ટીમાં કે એવોર્ડ ફંકશનમાં ઓછો દેખાય છે. જોકે તેની એક ઝલક જોવા ફેન્સ તલપાપડ હોય છે. મોટેભાગે તે પરિવારના ફંકશનમાં દેખાતો હોય છે. મોટા ભાગના અભિનેતા આમ તો પાર્ટી હંક હોય છે અને એમ કહેવાતું પણ હોય છે કે બોલીવૂડમાં ટકી રહેવું હોય તો પાર્ટીઓમાં જવું જરૂરી હોય છે, પણ ભાઈજાન છેલ્લા 36 વર્ષથી ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતા નથી તો ભઈ કારણ શું છે તે જાણવાની સૌને ઈંતેઝારી હશે.
આ પણ વાંચો : અસ્તવ્યસ્ત કપડાંમાં અભિનેત્રીઓને જોઈ છેઃ Salman Khanની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો
સલમાને આ વાત ખુદ કહી હતી. નિર્માતા કરણ જોહરે કોફી વિથ કરણ સીઝન 4 (2013) માં સલમાન ખાન સાથે રેપિડ ફાયર રાઉન્ડ રમ્યો હતો, જેમાં સલમાન ખાને કહ્યું હતું કે તેણે છેલ્લા 25 વર્ષથી મિત્રો સાથે પાર્ટી કરી નથી. આ વાતને 36 વર્ષ થઈ ગયા. આ માટે પણ એક મિત્ર જ જવાબદાર છે. બન્યું એવું કે એકવાર સલમાન મિત્રો સાથે પાર્ટી માટે જતો હતો. ત્યારે તેની સાથે એક મિત્ર હતો. તેણે સલમાનને કહ્યું કે પપ્પાના ખર્ચે આટલી પાર્ટીઓ શા માટે કરે છે. આવા ખોટા ખર્ચ ન કરાય. સલમાનને આ વાતે એટલી ગમી ગઈ કે તેણે પાર્ટીઓ કરવાનું બંધ કરી દીધું.
આ પણ વાંચો : Salman Khanનું Exને લઈને ચોંકાવનારું નિવેદન, કહ્યું તો Aishwarya આજે…
58 વર્ષીય સલમાન ઘણા સમયથી એક સુપરહીટ ફિલ્મ આપી શક્યો નથી. તેની ફિલ્મો તેના સ્ટારડમને લીધે પહેલા અઠવાડિયે સારી કમાણી કરે છે, પણ પછી ટકી શકતી નથી. 58 વર્ષીય સ્ટાર છેલ્લે ટાઈગર-3માં દેખાયો હતો. હવે તેની સિકંદર ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ તેનાં બર્થ ડેના રોજ 27 ડિસેમ્બરે રિલીઝ થાય તેમ માનવામાં આવે છે. જો ડિસેમ્બરમાં નહીં થાય તો પછી આવતા વર્ષે ઈદના દિવસે થશે. આ ફિલ્મ ખાસ એટલા માટે પણ છે કે સલમાન વર્ષો બાદ નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે કામ કરી રહ્યો છે. આમિર ખાનની સુપરહીટ ફિલ્મ ગજનીના દિગ્દર્શક એ.આર મુરુગાદોસ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.