સલમાન-રશ્મિકા ફરી સાથે જોવા મળશે! ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે
મુંબઈઃ સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના આ દિવસોમાં પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ‘છાવા’ પછી રશ્મિકા પહેલીવાર સલમાન ખાન સાથે મોટા પડદા પર જોવા મળશે. સલમાન અને રશ્મિકાને ફિલ્મ ‘સિકંદર’માં એકસાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહી છે. આ દરમિયાન સલમાન અને રશ્મિકાના ફેન્સ માટે સારા સમાચાર મળી રહ્યા છે. સાંભળ્યું છે કે રશ્મિકા ફરી એકવાર સલમાન ખાન સાથે ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મ ‘A6’માં જોવા મળી શકે છે.
એવું કહેવાય છે કે સલમાનને ‘પુષ્પા 2’માં રશ્મિકાની એક્ટિંગ પસંદ પડી હતી. આ જ કારણ છે કે નિર્માતાઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં બંનેને ફરી એક વાર સાઈન કરવાનો નિર્ણય કર્યો હતો, એટલીએ કન્ફર્મ કર્યું હતું કે સલમાન ખાન તેની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને હવે રશ્મિકા વિશે ચર્ચાએ જોર પકડ્યું છે. ‘A6’ પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
છાવાના પ્રમોશનમાં વ્યસ્ત છે
રશ્મિકા ‘છાવા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રશ્મિકા મંદાના હાલમાં તેની ફિલ્મ ‘છાવા’નું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી વિકી કૌશલ સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિનેત્રીનો રોયલ લુક જોવા મળશે.
આ પણ વાંચો : રશ્મિકા મંદાનાએ પાર્ટનર કોને કહ્યું? આ કરોડપતિ એક્ટરને કે પછી…
આ વર્ષે ઈદ પર રિલીઝ થશે
‘છાવા’ બાદ અભિનેત્રી બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળશે. જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. મળતા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન અને રશ્મિકાની આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. જો કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ફેન્સ આ જોડીને સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં અભિનેતા એક્શન અવતાર જોવા મળશે.