તો શું સલમાન ખાનની મિલકતનું થશે વિભાજન….. !

દાયકાઓથી બોલિવૂડ પર રાજ કરી રહેલો ભાઇજાન ઉર્ફે સલમાન ખાન આજકાલ ચર્ચામાં છે. થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોએ તેમના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ પછી સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ બાબત હજી શાંત પડે તે પહેલા જ સલમાન ખાનની પ્રોપર્ટીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. એમ જાણવા ણળી રહ્યું છએ કે સલમાન ખાનની પ્રોપર્ટીના ચાર ભાગ કરવામાં આવશે. આપણે જાણીએ કે આખરે સત્ય શું છે?
સલમાન ખાનની પ્રોપર્ટીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે કે તેની પ્રોપર્ટીના ચાર ભાગ થશે. સલમાનની સંપત્તિની વાત કરીએ તો તેની સંપત્તિ સગભગ 4000 કરોડ રૂપિયાની છે. તાજેતરમાં જ્યારે સલમાન ખાનના બે ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન અરબાઝના પુત્રના પોડકાસ્ટ પર દેખાયા ત્યારે તેઓએ કહ્યું હતું કે સલમાન ખાન આ દિવસોમાં એકલો રહે છે. આ પછી સલમાનની માતા, પિતા, બહેન વિશે પણ સવાલો થયા. એ સમયે બંને ભાઇઓએ સલમાનની પ્રોપર્ટીના વિભાજન માટે પણ વાત કરી હતી.
સવાલ એ થયો હતો કે સલમાન ખાન લગ્ન નહીં કરે પછી તેની મિલકત તેના પરિવાર પાસે જશે કે અન્ય કોઈ લઈ જશે? તજાણવા મળ્યું હતું કે સલમાન ખાનની સંપતિના ચાર ભાગ કરવામાં આવશે અને તે ચારે ભાઇબહેનોમાં સરખા ભાગે વહેંચવામાં આવશે.
સલમાન ખાન તેના પરિવારને ઘણો જ પ્રેમ કરે છે. તેનો પરિવાર તેના માટે સર્વસ્વ છે. જો સલમાનને કંઈ થઇ જાય તો તેની સંપત્તિ પર સલમાન ખાનના ભાઈ અને બે બહેનોનો હક રહેશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં સલમાન ખાન બિગ બોસ OTT 3 માટે ચર્ચામાં છે. આ શો ટૂંક સમયમાં શરૂ થશે.