સલમાન ખાનના જીવનમાં થયું ‘સુખ’નું આગમન, પોસ્ટ શેર કરીને ફેન્સને આપી સરપ્રાઈઝ…

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની ફેનફોલોઈંગ એકદમ તગડી છે. દેશ-વિદેશમાં ભાઈજાનના ફેન્સ છે. સલમાન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવતો જ રહે છે. દબંગ સ્ટાર હાલમાં પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યો છે. સલમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના પરિવારમાં ઉમેરાયેલા નવા સદસ્યને ઈન્ટ્રોડ્યુસ કર્યો છે. ચાલો જોઈએ કોણ છે સલમાનનો આ નવો સદસ્ય…
બોલીવૂડના મોસ્ટ એલિજેબલ બેચલર સલમાન ખાનને બાળકો અને જાનવરો પ્રત્યે ખૂબ જ માયાળુ છે તે વાત જગજાહેર છે. હાલમાં જ સલમાને એક સફેદ રંગના ક્યૂટ ડોગ સાથે ચિલ કરતી તસવીરો શેર કરી છે અને આ ડોગ જ છે સલમાનના પરિવારનો નવો હિસ્સો. સલમાને તેના નવા પેટ ડોગ સાથેના બે ફોટા શેર કર્યા છે. આ ફોટોની કેપ્શનમાં સલમાને તેના ડોગનું નામ પણ રીવિલ કર્યું છે.
સલમાને તેના ડોગનું નામ સુખ રાખ્યું છે. ફેન્સ ભાઈજાનના ફિટનેસની સાથે સાથે જ આ ક્યૂટ ડોગના પણ વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાનના ફોટો તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ પણ લાઈક્સ અને કમેન્ટ કરીને સલમાન ખાનના પેટ ડોગ પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
વાત કરીએ સલમાન ખાનનો આ નવો પેટ ડોગ કઈ બ્રીડનો છે એની તો સલમાનનો આ નવો મિત્ર ચાઉ ચાઉ (Chow Chow) બ્રીડનો છે, જે એક મૂળ ચીની બ્રીડ છે. આ ડોગની ખાસિયત વિશે વાત કરીએ તો આ શ્વાન દેખાવમાં સિંહ જેવા લાગે છે અને તેની જીભનો રંગ વાદળી કે કાળો હોય છે. ભારતમાં આ બ્રીડના ડોગ્સની કિંમત રૂ. 25,000થી લઈને 1,20,000 રૂપિયા સુધીની હોઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુખ એ સલમાનનો પહેલો અને એક માત્ર પેટ ડોગ નથી. પહેલાંથી જ સલમાન અનેક વિદેશી બ્રીડના ડોગ હતા. આ ડોગના નામ સન, જાન, સેન્ટ અને વીર હતા. ગયા વર્ષે જ સલમાન ખાનના ફેવરિટ ડોગ ટોરોનું અવસાન થયું હતું. સલમાન પાસે નેપોલિટન માસ્ટિફ, સેન્ટ બર્નાર્ડ અને ફ્રેન્ચ માસ્ટિફ જેવી મોંઘી બ્રીડના ડોગ્સ પણ છે.
આ પણ વાંચો…સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ના ટ્રેલરે ચીનમાં મચાવ્યો ખળભળાટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ચાલી નહોતી. હવે ફેન્સ આતુરતાપૂર્વક ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 17માં એપ્રિલ, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.



