Salman Khan સાથે ઓન કેમેરા આ એક્ટ્રેસે કરી આવી હરકત, ભાઈજાન થયા શરમથી પાણી પાણી…
બોલીવૂડના દબંગ સલમાન ખાન (Salman Khan)ની ફેનફોલોઈંગ અને દિવાનગી લોકોના દિલોદિમાગ પર આજે પણ એટલી જ છવાયેલી છે જેટલી પહેલાં હતી. આ જ દરમિયાન હાલમાં જ બી ટાઉનની બોલ્ડ અને બ્યુટીફૂલ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત (Mallika Sherawat)એ ઓન કેમેરા જ સલમાન ખાનને કિસ કરી હતી અને સલમાન ખાન હંમેશાની જેમ શરમાઈ ગયો હતો. આવો જોઈએ આખરે શું છે આખો મામલો-
હાલમાં સલમાન ખાન બિગ બોસ-18 હોસ્ટ કરી રહ્યો છે અને પહેલાં વીક-એન્ડ કા વાર ખૂબ જ મજેદાર રહ્યો હતો. આ એપિસોડમાં સલમાન ખાન હંમેશાની જેમ ઘરના સભ્યોને સમજાવતો જોવા મળ્યો હતો. આ સમયે રવિવાર એટલે કે આજના એપિસોડમાં મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત પણ એન્ટ્રી લેશે.
મેકર્સ દ્વારા શોનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે અને આ પ્રોમોમાં મલ્લિકા શેરાવત બોલીવૂડના મોસ્ટ એલિજેબલ બેચલર સલમાન ખાન સાથે જ રોમેન્સ કરવતી જોવા મળી રહી છે. સલમાનની સાથે ડાન્સ કરવા સિવાય મલ્લિકાએ સલમાનને કિસ પણ કરી હતી. મલ્લિકાના કિસ કરવા પર સલમાન શરમાઈ જાય છે અને તેણે પોતાનો ચહેરો નીચે કરી લીધો હતો.
મલ્લિકા સિવાય આ એપિસોડમાં લાફ્ટર શેફ્સની ટીમ પણ એન્ટ્રી લેશે અને પોતાનો જલવો વિખેરે છે. ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી, સલમાન ખાન પાસે મંચ પર જ જમવાનું બનાવડાવ્યું હતું. સલમાને સ્ટેજ પર જ ગરમાગરમ પરાઠા બનાવ્યા હતા અને આ પરાઠા જોઈને ભારતી સિંહના મોઢામાં પાણી આવી જાય છે. ઓવરઓલ વાત કરીએ તો બિગ બોસનો પહેલો વીક એન્ડ કા વાર એકદમ મસાલેદાર, સ્પાઈસી, સિઝલિંગ અને ચટાકેદાર રહેશે એમાં કોઈ શંકા નથી.