મનોરંજન

જામનગર મૉલમાં સલમાન ખાનને જોઇને લોકો….

સલમાન ખાને તાજેતરમાં ગુજરાતના જામનગરમાં તેનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ભવ્ય પાર્ટીનું આયોજન અનંત અંબાણીએ કર્યું હતું. અનંતે લોકોના લાડીલા સલ્લુભાઈને આવકારવા માટે તેના ઘરને રોશનીથી સજાવ્યું હતું.

જામનગરમાં અંબાણીના મહેલમાં આખા ખાન પરિવાર માટે ભવ્ય રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બર્થ-ડેના દિવસે સલમાનભાઇ અનંત અંબાણી સાથે જામનગરના મોલમાં પહોંચ્યા હતા, જેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અનંત સલમાનભાઇના આ ખાસ દિવસને એકદમ સ્પેશિયલ બનાવવામાં વ્યસ્ત છે. સલમાન અને અનંત બંને ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મોલમાં ફરતા જોવા મળ્યા હતા.


જામનગરના મોલમાં સલમાન ખાનના ચાહકો તેમને જોઈને ખુશ થઈ ગયા હતા. તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો રાહ જોતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે ભાઈજાન ચેક શર્ટમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો

https://twitter.com/i/status/1873076210076663939

મોલમાં મુલાકાત લેવા આવેલા લોકો સલમાન ખાનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાક લોકો તો અભિનેતાના નામ પર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોતાના ફેવરિટ સ્ટારને આટલા નજીકથી જોવા મળતા લોકોની ખુશી પણ સાતમા આસમાને હતી. સલમાન ખાન પણ તેના ચાહકોને આટલી નજીકથી જોઈને ખુશ થયા હતા.

બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ થયા બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના નજીકના મનાતા બાબા સિદ્દીકીના ગોળીબારને કારણે થયેલા અવસાનથી અભિનેતાને દુઃખ તો થયું છે, પરંતુ સલમાને પોતાની જાત પર કંટ્રોલ રાખ્યો છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે. બિગ બોસના શૂટિંગની સાથે સાથે તેઓ તેમની ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળ્યા હતા, પરંતુ ફિલ્મની વાર્તા કે કલાકારોનો અભિનય દર્શકોને પ્રભાવિત કરી શક્યો નહોતો. હવે તેમના ચાહકો તેમની સુપરહિટ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સિકંદરના ટીઝર પરથી લાગે છે કે દબંગ ખાન કમબેક કરવાના જબરદસ્ત મૂડમાં છે. આગામી વર્ષે ઈદ પર રીલીઝ થનારી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવી આશા છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button