શંકરાચાર્યએ Salman Khanને આપ્યું દ્વારકા આવવાનું આમંત્રણ, ભાઈજાને આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાન (Bollywood Actor Salman Khan) હાલમાં તેની આગામી ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ હાલમાં ભાઈજાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં સલમાન ખાન દ્વારકાના શંકરાચાર્ય સ્વામી મુક્તેશ્વરનંદજીની મુલાકાત લેતા જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં આ વીડિયોમાં શંકરાચાર્યએ ભાઈજાનને દ્વારકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ પર ભાઈજાને આપેલું રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ શું કહ્યું ભાઈજાને-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શંકરાચાર્ય અને સલમાન ખાન થોડી વાર સુધી વાત કરતાં જોવા મળી રહ્યા છે. આ જ વાતચીત દરમિયાન શંકરાચાર્યએ સલમાન ખાનને દ્વારકા આવવાનું આમંત્રણ પણ આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ વીડિયો સલમાન ખાન જ્યારે અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યો હતો ત્યારનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ મુલાકાત દરમિયાન દ્વારકા આવવાના આમંત્રણ પર પ્રતિક્રિયા આપતા સલમાન ખાને જણાવ્યું હતું કે જી હા, હું ચોક્કસ આવીશ અને મારી બહેનો તો દ્વારકા આવતી જ હોય છે. આટલું કહીને સલમાન ખાન હાથ જોડીને શંકરાચાર્યના આશિર્વાદ પણ લેતો જોવા મળે છે અને એની પાછળ જ ઉભેલા શેરાએ પણ નતમસ્તક થઈને સંતોને પ્રણામ કર્યા હતા.
આ પન વાચો : પત્નીની સામે જ સ્ટેજ પર આ કોના નામના નારા લગાવ્યા Mukesh Ambaniએ? આવું હતું Nita Ambaniનું રિએક્શન…
સલમાન ખાનની આ મુલાકાતનો વીડિયો જેવો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા અને તેઓ સલમાન ખાનના વખાણ કરતાં નથી થાકી રહ્યા છે. નેટિઝન્સે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભાઈજાન દરેકનો આદર કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે અને હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપવા પહોંચ્યો હતો અને એ સમયના તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.