સલમાન ખાને સેટ પર કહી હતી બબાલઃ આ અભિનેત્રીને ગળે લગાડવાનો કરી દીધો હતો ઈનકાર…

સલમાન ખાનની છબિ ભાઈજાન અને ગરીબોના બેલી જેવી કે યારો ના યાર જેવી ઊભી કરી દેવામાં આવી છે, પરંતુ તેની સાથે કામ કરી ચૂકેલા ઘણા કલાકારો અને ટેકનિશિયનો ગુપચુપ કે ખુલ્લેઆમ તેના તોછડા અને મનફાવે તેવા વ્યવહારની ફરિયાદો કરતા હોય છે.
આવી જ ફરિયાદ અથવા તો કડવી યાદ વધુ એક અભિનેત્રીએ તાજી કરી છે. આ વાત છેક 1999ની છે. આ વર્ષમાં એક ખૂબ જ સફળ ફિલ્મ આવી હતી. આ ફિલ્મના સેટ પર સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એકબીજાની નજીક આવ્યા હતા. આ સેટ પર બીજી પણ એક હીરોઈન હતી Sheeba Chaddha જેણે અનુપમાનો રોલ અદા કર્યો હતો. હા એ જ અનુ જે રાત્રે ઘર છોડી ભાગી જાય છે.

આ હીરોઈન તાજેતરમાં એક પોડકાસ્ટમાં તે સમયની વાત યાદ કરી હતી. વાત સલમાન ખાન સંબંધિત હતી. શીબાના કહેવા અનુસાર આ ફિલ્મમાં હું જ્યારે ભાગી જતી હોઉં છું ત્યારે પહેલા ઐશ્વર્યા મને ગળે લગાડે છે અને પછી સલમાન ખાને મને ગળે લગાડવાની હોય છે, પરંતુ સલમાન ખાને મને ગળે લગાડવાની ના પાડી દીધી અને ત્યાંથી ખૂબ જ ગુસ્સામાં ચાલ્યો ગયો.
સલમાન ખાને આવું શા માટે કર્યું તે આજ સુધી મને સમજાયું નથી. તે સમયે મને ખરાબ લાગ્યું પણ હું કંઈ બોલી નહીં. મને થયું કે જે કરવાનું છે તે ડિરેક્ટરે સમજવાનું છે આથી મેં જવા દીધું. મને પછીથી ખબર પડી કે સલમાન ખૂબ ગુસ્સામાં ત્યાંથી બારણું પછાડી ચાલ્યો ગયો હતો અને ત્યાં ઊભેલા એક સ્પોટબોયને ઈજા પણ થઈ હતી.

હમ દિલ દે ચૂકે સનમ સંજય લીલા ભાણશાલીની સુપરહીટ ફિલ્મ સાબિત થઈ હતી. સલમાન ખાને સમીર, ઐશ્વર્યાએ નંદિની અને અજય દેવગણે વનરાજની ભૂમિકામાં ભારે વાહવાહી મેળવી હતી. ફિલ્મમાં ઈસ્માઈલ દરબારનું મ્યુઝિક હતું અને તે આજે પણ એટલું જ સંભળાય છે.
જોકે શીબા માટે આ અનુભવ મીઠા સાથે કડવો પણ રહ્યો હશે. શીબાએ ઘણી ટીવી સિરિયલ, ફિલ્મો અને શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો…સંગીતા બિજલાની નહીં, સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ છે આ ટીચર