
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલ બિશ્નોઇએ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી દીધી હતી. તેણે પોતે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા એ વાત સ્વીકારી હતી કે તેણે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું. એ જાણીતું છે કે અનમોલ બિશ્નોઇ આતંકવાદી -ગેંગસ્ટર લિંક કેસમાં નેશનલ એજન્સીના વોન્ટેડ લિસ્ટમાં છે. તપાસ એજન્સીએ વિદેશથી ખંડણીની પ્રવૃત્તિઓને અંજામ આપવા માટેના આરોપીઓમાં તેનું નામ પણ જાહેર કર્યું છે. દરમ્યાન અધિકારીઓનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઇ જેલમાં હોવા છતાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. અત્રે એ પણ નોંધવું જોઇએ કે તેણે ક્યારેય જામીન માટે અરજી કરી નથી. હવે મુંબઈ પોલીસ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગને લઈને તેની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.
NIA સહિત ઘણા રાજ્યની પોલીસે અત્યાર સુધી લોરેન્સ બિશ્નોઇ ની ટાર્ગેટ કિલિંગ અને છેડતીને લઇને પૂછપરછ કરી ચૂકી છે. એજન્સીએ એની અને દાઉદ ઇબ્રાહીમ વચ્ચે તુલના કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીઓના મતે દાઉદ ઇબ્રાહીમની જેમ લોરેન્સ બિશ્નોઇ પણ કુખ્યાત ગેંગસ્ટર બની ગયો હતો. તેણે આતંકવાદી સંગઠનોને મદદ કરવાનું શરૂ કર્યું હતું. હવે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થવાથી તેની મુશ્કેલી વધી શકે છે.
સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગને લઇને તપાસમાં સામેલ અધિકારીઓને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા બે સકમંદોની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેમના હેન્ડલરે તેમને ફાયરિંગ બાદ તરત જ શહેર છોડવાની સૂચના આપી હતી. હેન્ડલરે તેમને તેમના ગૃહ રાજ્યમાં પણ પાછા ન આવવા કહ્યું હતું, ઉપરાંત તેઓએ એવા કોઇ રાજ્યમાં જવું નહીં જ્યાં પોલીસ લોરેન્સ બિશ્નોઇ ગેંગની તપાસ કરી રહી છે. સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય એટલે તેમને કોઇ હેટેલ કે લોજમાં પણ રૂમ બુક કરવાની ના પાડવામાં આવી હતી. તેમને કોઇ પૂજા સ્થળ પર રોકાવાનું કહેવામાં આવ્યું હતું અને તેથી જ તેઓ ભૂજ ખાતે મંદિરમાં રોકાયા હતા.