મનોરંજન

સલમાન ખાનને મળીને ફીમેલ ફેન થઈ ગઈ ઇમોશનલ, બોલી- ‘હું આજે ચાંદ… વીડિયો થયો વાઈરલ

બોલીવૂડ એક્ટર સલમાન ખાનના ફેન્સ દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે સલમાન ખાનને ઓળખતી ના હોય. સલમાન ખાન જ્યાં પણ જાય ત્યાં તેના ફેન્સ પહોંચી જ જાય છે અને તેની એક ઝલક જોવા માટે ફેન્સ તલપાપડ હોય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ફેન સલમાન ખાનને મળીને રાજીની રેડ થઈ જાય છે. ચાલો જોઈએ બીજું શું ખાસ છે આ વીડિયોમાં…

સલમાન ખાન આજે દોહામાં એક કોન્સર્ટ કરી રહ્યો છે, પરંતુ ગઈકાલે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન, જેક્લિન ફર્નાન્ડિઝ, તમન્ના ભાટિયા સાથે જોવા મળ્યા હતા. .

અહીં જ એક ફીમેલ ફેન સલમાન ખાનને જોઈને એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. ફેને ઈન્સ્ટાગ્રામ પર સલમાન ખાન સાથેનો ફેન મોમેન્ટ શેર કરી હતી. આ વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું હતું કે આ મોમેન્ટને મેં પૂરા દિલથી મેનિફેસ્ટ કર્યો હતો અને બ્રહ્માંડે મને એ મોમેન્ટ આપી હતી. મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું મારા સ્ટાર, મારા બાળપણના ક્રશ, મારા હીરો સલમાન ખાનને મળી છું.

આપણ વાચો: ભાઈજાને બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતા પાકિસ્તાનને મરચા લાગ્યા! સલમાન ખાનને ‘આતંકવાદી’ જાહેર કર્યો

આ ફિમેલ ફેને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હું આજે ચાંદ પર છું એવું લાગી રહ્યું છે. મને હજી પણ એવું લાગી રહ્યું છે કે આ કોઈ સપના સમાન છે અને હું નથી જાગવા માંગતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

સલમાન ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. દબંગ ટૂર પહેલાં જ એક્ટરે તેની એક ઝલક દેખાડી હતી. આ ફોટોમાં તેમણે પોતાના પગ પોતાની હાઈટ કરતાં પણ ખૂબ જ ઉંચે ઉઠાવ્યો છે અને સ્ટ્રેચ કરી રહ્યો છે. આ સ્ટિલમાં સલમાન એકદમ પિક્ચર પરફેક્ટ લાગી રહ્યો છે અને ખૂબ જ રિલેક્સ પણ છે. તેમણે પોતાના ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે અહા…

આપણ વાચો: Birthday Special: 52ની ઉંમરે પણ 25ની લાગે છે આ બોલીવૂડ એક્ટ્રેસ, સલમાન ખાન સાથે છે ખાસ સંબંધ…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં રિયાલિટી ટીવી શો બિગ બોસ-19 હોસ્ટ કરી રહ્યો છે અને ફેન્સ તેને હોસ્ટ તરીકે ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button