મનોરંજન

Salman Khanની ગર્લફ્રેન્ડ બનશે કુંવારી મા? જાણી લો શું છે વાઈરલ સમાચારની વાસ્તવિક્તા…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? પરંતું અહીં અમે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan)ની એક્સ ગર્લફ્રેન્ડની વાત કરી રહ્યા છીએ. ભાઈજાન ભલે હાલમાં બોલીવૂડનો મોસ્ટ એલિજેબલ બેચલર ગણાતો હોય પણ તેના અફેયર્સ અને એક્સ ગર્લફ્રેન્ડ્સન ચર્ચા તો જગજાહેર છે અને તે કોઈથી છુપાયેલા નથી. હવે તમને થશે કે તો પછી અમે અહીં સલમાનની કઈ ગર્લફ્રેન્ડની વાત કરી રહ્યા છીએ, બરાબર ને? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના જણાવી દઈએ-

અહીં વાત થઈ રહી છે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીની. સોમી અલી ભલે હાલમાં સલમાન ખાન સાથે રિલેશનશિપમાં ના હોય પણ તેમ છતાં તે અવારનવાર એક્ટરને લઈને જાત જાતના ખુલાસા કરતી રહી છે. હવે સોમી પોતાની લાઈફમાં એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

આ પણ વાંચો: બિગ બી, સલમાન, ઐશ્વર્યા અને શાહરુખ જેવા સેલિબ્રિટીઓને પોતાના ઈશારે નચાવે છે ઈન્ડસ્ટ્રીની આ Bigg Boss

મળી રહેલી માહિતી પ્રમાણે સોમી હવે માતા બનવા માંગે છે. હવે તમને થશે કે ભાઈ એમાં શું નવી વાત છે, પરંતુ તમને ચોક્કસ જ એ વાત જાણીને નવાઈ લાગશે કે સોમી અલી ખાન મા બનવા માટે લગ્ન નથી કરવા માંગતી. સોમી લગ્ન વિના માતા બનવા જઈ રહી છે. જી હા, સોમી અલી ભારતના એક ગામની એક છોકરીને દત્તક લેવા જઈ રહી છે.

એક્ટ્રેસે તો પોતાની દીકરીનું નામ પણ જણાવ્યું છે. સોમીએ જણાવ્યું હતું કે મારી દીકરીનું નામ મલાલા અલી હશે અને મારી દીકરી માત્રને માત્ર હિંદી ફિલ્મો જ જોશે. એટલું જ નહીં પણ સોમી અલીએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે મારી દીકરીનો પોતાનો એક ક્રશ હશે. ખેર, સલમાનની આ એક્સ ગર્લફ્રેન્ડ ક્યારે અને કયા ગામની દીકરીને એડોપ્ટ કરે છે એ તો રામ જાણે. પણ તેનું આ પગલું ચોક્કસ જ એક દીકરીનું ભવિષ્ય સુધારશે.

આ પણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાને સોમી અલી માટે જ બોલીવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે બ્રેકઅપ કર્યું હતું. સંગીતા અને સલમાન ખૂબ જ સિરીયસ રિલેશનશિપમાં હતા અને તેમના લગ્નના કાર્ડ્સ પણ છપાઈ ગયા હતા એવો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button