સલમાન ખાને કેમ કહ્યું કે તે તેની એક્સ ગર્લફ્રેન્ડથી દૂર જ રહે છે
મુંબઈ: સલમાન ખાનની વાત આવે ત્યારે સૌ પ્રથમ એકજ પ્રશ્ર્ન થાય કે તે લગ્ન ક્યારે કરશે. જો કે સલમાને કહ્યું હતું કે હવે લગ્ન કરવાની ઉંમર જતી રહી છે. પરંતુ આજે પણ તેનો ભૂતકાળ હંમેશા તેની સાથે જોડાયેલો રહે છે. હું અહી વાત કરી રહી છું ટાઈગર 3આ એક જૂનો વીડિયો જે આજે સોશિયલ મીડિયા પર ખૂબજ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે જો કે તે કોઈ નામ નથી બોલતો પરંતુ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સલમાન અહીં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે વાત કરી રહ્યો છે.
કરણ જોહરના શો કોફી વિથ કરણના આ જૂના વીડિયોમાં સલમાન એકલો જ આવ્યો હતો. જેમાં તે પોતાની કારકિર્દી વિશે જણાવી રહ્યો છે. અને પછી કરણના પ્રશ્ર્નોના જવાબ આપતા પોતાની જૂની ગર્લફ્રેન્ડ વિશે જણાવી રહ્યો છે તે કહી રહ્યો છે કે હું હંમેશા મારી જૂની ગર્લ ફ્રેન્ડથી દૂર રહું છું કારણકે મારા કારણે તેની જિંદગીમાં કોઇ પ્રશ્ર્નો ઊભા થાય તે હું નથી ઈચ્છતો.
નેટીઝન્સનું કહેવું છે કે સલમાન અહીં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે વાત કરી રહ્યો છે કારણ કે તે તેની એકમાત્ર ભૂતપૂર્વ પ્રેમિકા હતી જેણે ઇન્ડસ્ટ્રીમાં લગ્ન કર્યા અને સલમાન સાથે છેડો ફાડી નાખ્યો જાણે તે એકબીજાના જામતા જ ના હોય. આ વીડિયો વાઈરલ થતા જ સલમાન ખાનના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે અને તેને સારા દિલનો વ્યક્તિ કહી રહ્યા છે. સલમાન ખાનનું નામ આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ હાલમાં તે સિંગલ છે. હાલમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર વર્સેસ પઠાણની તૈયારી કરી રહ્યો છે.