લગ્નની હિંટ બાદ Salman Khan નો ચોંકાવનારો ખુલાસો? આ એક્ટ્રેસને માને છે પોતાની પત્ની…
મનોરંજન

લગ્નની હિંટ બાદ Salman Khan નો ચોંકાવનારો ખુલાસો? આ એક્ટ્રેસને માને છે પોતાની પત્ની…

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજેબલ બેચલર ગણાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ભાઈજાને પોતે લગ્ન કરવા તૈયાર હોવાની હિન્ટ આપી હતી અને હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે જાણીતી બોલીવૂડ એક્ટ્રેસને પોતાની પત્ની ગણાવતો જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ વીડિયોમાં ભાઈજાન કોને પોતાની પત્ની ગણાવી છે-

વાઈરલ થઈ રહેલાં વીડિયો સલમાન કોઈ રિયાલિટી ટીવી શો હોસ્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ શો પર બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર અને કેટરિના કૈફ ગેસ્ટ તરીકે એન્ટ્રી લે છે. સલમાન કેટરિનાને ઉદ્દેશીને કહે છે કે તમે મારા ઘરે આવ્યા છો, હું હોસ્ટ છું, તમે મને ગળે મળી શકો છો, જે સાંભળીને અક્કી તરત જ મજાક કરતાં કહે છે કે અરે હું નથી રમવાનો. તમે બંને એક જ ઘરના છો.

વીડિયોમાં આગળ અક્ષય એવું પણ કહેતો જોવા મળે છે કે આને બધા જવાબ ખબર હશે, આને બધું પહેલાંથી જ ખબર હશે. આ ચીટિંગ છે. પરંતુ આ સાંભળીને સલમાન ખાને જણાવ્યું હતું કે હું કંઈ કહેતો નથી. શું તમે તમારી પત્નીને ઘરે બધું જ જણાવો છો? આ સવાલ સાંભળીને અક્ષય ચૂપ થઈ જાય છે અને ઓડિયન્સ હસી પડે છે.

અક્ષય કુમારના મૌન બાદ સલમાન ઓડિયન્સને પૂછે છે કે હું કંઈ કહેતો નથી. સલમાનની આ વાત સાંભળીને અક્ષય કુમાર ઓડિયન્સને પૂછે છે કે અહીં કેટલા લોકો પોતાની પત્નીને જઈને બધું કહે છે? ત્યાર બાદ વીડિયો કેટરિના તરફ જાય છે અને કેટરિના અક્ષય અને સલમાનની વાત સાંભળીને હસતી જોવા મળે છે.

આ વીડિયો જૂનો છે પણ સલમાન ખાને પોતાની ખાસ શૈલીએ ઘણું બધું કહી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને કેટરિના કૈફનું અફેયર હતું અને ફેન્સને તેમની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ હતી. પરંતુ 2009માં આખરે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સલમાન બાદ કેટરિનાનું નામ રણબીર કપૂર સાથે પણ જોડાયું હતું, પરંતુ આ સંબંધ પણ ખાસ કંઈ ટક્યો નહીં. આખરે કેટરિના કપૂરે બોલીવૂડ એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button