Ambani Familyએ જામનગર ખાતે આ કોનો બર્થડે સેલિબ્રેટ કર્યો? વીડિયો થયા વાઈરલ…
27મી ડિસેમ્બરનો દિવસ બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan)ના ફેન્સ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે કારણ કે આ જ દિવસે તેમના ફેવરેટ સ્ટારનો જન્મદિવસ હોય છે. ગઈકાલે જ સલમાને તેનો 59મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જોકે, મુંબઈમાં ભાઈજાનનો બર્થડે જેટલા ધામધૂમથી સેલિબ્રેટ નથી કરવામાં આવ્યો એટલા ધામધૂમથી ગુજરાતના જામનગરમાં અંબાણી પરિવારે સેલિબ્રેટ કર્યો છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી-
મળી રહેલી માહિતી પ્રમાણે અંબાણી પરિવારે સલમાન ખાત માટે ગુજરાતના જામનગર ખાતે એક પાર્ટી હોસ્ટ કરી હતી અને આ પાર્ટીમાં સલમાન ખાન જ નહીં પણ તેમનો આખો પરિવાર પહોંચ્યો હતો. સલમાનના ભાઈ સોહેલ ખાને સલમાનના પ્રાઈવેટ જેટનો ઈનસાઈડ વીડિયો શેર કર્યો હતો જેમાં સલમા ખાન, હેલન, સલમાનની બહેનો અર્પિતા, અલવીરા, ભાણેજ-ભત્રીજાઓ. એક્ટર રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, સાજિદ નડિયાદવાલા જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત જામનગરથી પણ કેટલાક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં સલમાનના આ બિગ ડે માટે અંબાણી પરિવારે પોતાના ઘરને દુલ્હનની જેમ સજાવ્યું છે. એટલું જ નહીં પણ સલમાનના સ્વાગતમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સલમાન અને અંબાણી પરિવાર વચ્ચે ગાઢ સંબંધ હોવાનું દેખાઈ રહ્યું છે.
અંબાણી પરિવારના આખા ઘર પર લાઈટિંગ કરીને સલમાનને શુભેચ્છા આપતા સંદેશ પણ જોવા મળ્યા હતા. સલમાન ખાન પણ અંબાણી પરિવારની આ તૈયારીઓને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ જામનગરમાં આ બીજી વખત કોઈ મોટી ઈવેન્ટ થઈ રહી છે.
પર્સનલ લાઈફમાં સલમાન ખાન માટે આ વર્ષ થોડું મુશ્કેલીઓથી ભરપૂર રહ્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ટૂંક સમયમાં જ ફિલ્મ સિકંદરમાં જોવા મળશે. ફેન્સ ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા છે. આ ટીઝર સલમાનના બર્થડેના દિવસે જ રીલિઝ કરવામાં આવવાનું હતું, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે આ રીલિઝ પોસ્ટપોન્ડ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રીલિઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો : સલમાન ખાને પરિવારના સૌથી નાના સભ્ય સાથે મનાવ્યો બર્થ-ડે, જોઈ લો કોણ છે?