ભાઇજાને ભત્રીજાને રિલેશનશીપ અને બ્રેકઅપ પર શું સલાહ આપી

લોકોના લાડિલા ભાઇજાન સલમાન ખાને તાજેતરમાં તેમના ભત્રીજા અરહાન ખાનના પોડકાસ્ટમાં જોવા મળ્યા હતા. પોડકાસ્ટમાં તેમણે અલગ અલગ મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા. સૌથી વધુ ચર્ચા સલ્લુભાઇની રિલેશનશીપ અંગેની સલાહની થઇ રહી છે.
સલમાને અરહાન અને એના મિત્રોને લવ, રિલેશનશીપ અને બ્રેકઅપ પર સલાહ આપી હતી. તેમણે અરહાનને બ્રેકઅપ બાદ જલ્દીથી મુવ ઓન કરવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે, ‘જો તમારી ગર્લ ફ્રેન્ડે તમારી સાથે બ્રેક અપ કરી લીધું છે તો એને જવા દો, એને ટાટા, બાય, બાય કરી દો. જો તમારે કોઇ ઘા પર લગાવેલી બેંડેજ હટાવવી હોય તો તમે એને કેવી રીતે હટાવો છો? તમે એને ધીરે ધીરે નહીં પણ એક ઝાટકે જ હટાવી દો છો ને! તમારે પણ એક ઝાટકાથી બ્રેક અપના કિસ્સામાં પૂર્ણ વિરામ મૂકી દેવું જોઇએ. જોઇએ તો તમારે તમારા રૂમમાં જઇને રડી લેવાનું અને આગળ વધી જવું જોઇએ,’ એમ સલમાને પોડકાસ્ટમાં જણાવ્યું હતું.
જોકે, ભાઇજાને ભત્રીજાને પોતાની ભૂલ તુરંત સ્વીકારી લેવાની સલાહ આપી હતી અને ‘સોરી’, ‘થેંક્યું’ જેવા શબ્દો હંમેશા કહેવા જોઇએ, એમ જણાવ્યું હતું. તેમણે કોઇ પણ સંબંધમાં એના સો ટકા આપવાની અને વિશ્વાસઘાતનો સામનો કેવી રીતે કરવો જોઇએ, એની પણ સલાહ આપી હતી.
સલ્લુભાઇએ અરહાનને સમજાવ્યું હતું કે, ‘કોઇ પણ બ્રેકઅપ થાય ત્યારે ખાનગીમાં ભલે રડી લો પણ મનમાં તો તમારે પહેલા દિવસથી એવું જ વિચારવાનું કે આ બ્રેકઅપને છ મહિના વરસ થવા આવ્યું છે. તો ધીમે ધીમે તમે મનથી પણ એવું જ ફિલ કરવા લાગશો અને તમારુ દુઃખ પણ હળવું થઇ જશે. ‘
આ પણ વાંચો : જામનગર મૉલમાં સલમાન ખાનને જોઇને લોકો….
નોંધનીય છે કે સલમાન ખાન ઘણી રિલેશનશીપમાં રહી ચૂક્યો છે. તેનું નામ સોમી અલી, સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય, સોમી અલી જેવી હિરોઇન્સ સાથે જોડાયું છે. જોકે, આમાંથી કોઇ પણ સાથે તેના રિલેશન સફળ નહીં થયા. એવા સમયે તેની આ સલાહ ખરેખર સમજવા જેવી છે