ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે સલમાન ખાન પહોંચ્યો જવાનોની વચ્ચે, ફોટો થયા વાઈરલ…

ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ધીરે ધીરે વધતો જ જોઈ રહ્યા છે. પહલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકને સણસણતો જવાબ આપ્યો છે. આ સમયે નાગરિકો અને સેલેબ્સ પણ દેશ અને પીએમ નરેન્દ્ર મોદીના નિર્ણયને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન જવાનોની વચ્ચે પહોંચીને તેમની સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. આવો જોઈએ શું છે આખો મામલો.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ સલમાન ખાનનો ફોટો અત્યારનો નહીં પણ વર્ષો જૂનો છે. કારગિલ યુદ્ધના વીરોને મળવા માટે સલમાન ખાન અને રવિના ટંડન બંને બોર્ડર પર મળવા માટે પહોંચ્યા હતા. રવિના ટંડન સિવાય વિનોદ ખન્ના પણ સૈનિકોનું મનોબળ વધારવા માટે 1999માં કારગીલ વેલીની મુલાકાત લીધી હતી. આ કોઈ વીઆઈપી વિઝીટ નહોતી.
સલમાન ખાન કારગિલ જતાં પહેલાં ઘાયલ સૈનિકોને મળવા માટે શ્રીનગર આર્મી બેઝ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમણે સેનાના જવાનો સાથે સમય પસાર કર્યો હતો અને દર્દીઓની મુલાકાત લઈને તેમનો આભાર માન્યો હતો. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં સલમાન ખાન સૈનિકો સાથે એકદમ હસતો જોવા મળ્યો હતો અને તે આ તમામ લોકોને મળીને ખૂબ જ ખુશ થયા હોય એવું લાગી રહ્યું છે. 1999 સુધી સલમાન ખાન એક સુપરસ્ટાર બની ગયો હતો અને તેની બેક ટુ બેક ફિલ્મો સફળ થઈ હતી. 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનની મક્કારીનો એવો જવાબ આપ્યો હતો કે જેને દુશ્મન દેશ હંમેશા યાદ છે.
આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના 4000થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. ભારતની જિત બાદ સલમાન ખાને સૈનિકોને મળવાનું મન બનાવ્યું હતું અને એટલે જ તે કારગીલ યુદ્ધના વીરોને મળવા માટે બોર્ડર પહોંચી ગયા હતા. સામાન્યપણે જ્યારે કોઈ મોટો સ્ટાર કે હસતી બોર્ડર પર જાય ત્યારે સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે પણ સલમાન ખાન કોઈ પણ વિશેષ તામજામ વિના જવાનોની મુલાકાત લઈને તેમની સાથે સમય પસાર કર્યો હતો.
આપણ વાંચો : પહલગામ હુમલા બાદ Salman Khanએ લીધો મહત્ત્વનો નિર્ણય…