સલમાને કહ્યું ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની જાતને વધારે સુંદર માને છે, એને કહો કે…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસમાં કરવામાં આવે છે, પરંતુ સલમાન ખાન કે જે ઐશ્વર્યાના એક્સ બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે એ સલ્લુભાઈએ ઐશ્વર્યાની સુંદરતા વિશે એવી વાત કરી હતી કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ સલમાન ખાને શું કહ્યું છે ઐશ્વર્યાની સુંદરતા વિશે-
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના અફેયરથી તો ઈન્ડસ્ટ્રી ખૂબ જ સારી રીતે પરિચિત છે અને તમને જાણીને નવાઈ લાગશે કે સલમાનનું નામ ઐશ્વર્યા સિવાય અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. સલમાન સાથે હિમાની શિવપૂરીનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. હિમાનીએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે સલમાને ગુસ્સામાં એક વખત કહ્યું હતું કે ઐશ્વર્યા પોતાની જાતને વધારે જ સુંદર સમજી રહી છે પણ તેણે વહીદા રહેમાનને જોવાની જરૂર છે.
હિમાનીએ એક પોડકાસ્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે પહેલી વખત ઐશ્વર્યા સાથે ફિલ્મ આ અબ લૌટ ચલેમાં કામ કર્યું હતું અને ત્યાર બાદ હમારા દિલ આપકે પાસ હૈ અને ઉમરાવ જાન જેની ફિલ્મોમાં કામ કર્યું હતું. એ સમયે ઐશ્વયા એટલી એસ્ટાબ્લિશ નહોતી. હમારા દિલ આપકે પાસ હૈ ફિલ્મની શૂટિંગ સમયની વાત કરીએ તો અમે લોકો હૈદરાબાદમાં શૂટ કરી રહ્યા હતા. એ સમયે ઐશ્વર્યા અને સલમાનનો સંબંધ વધારે મજબૂત બની રહ્યો હતો. સલમાન રોજ રાતે આવતા અને સવારમાં જતા રહેતાં.
સલમાન અને ઐશ્વર્યાના ઝઘડા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એક વખત અમે લોકો ફિલ્મ સિટીમાં શૂટ કરી રહ્યા હતા. ઐશ્વર્યા અભિષેક બચ્ચન અને રમેશ સિપ્પીની ફિલ્મમાં કામ કરી રહી હતી અને ત્યાં સલમાન આવી ગયા. તેમણે મને કહ્યું શું છે? આને સમજાવો વહીદા રહેમાનને જુઓ. પોતાની જાતને સુંદર સમજે છે. હું એમને શાંત રહેવાં કહેતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય-બચ્ચન અત્યારે તો એકબીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલમાં બચ્ચન પરિવાર સાથેના ઐશ્વર્યા રાય-બચ્ચનના વિખવાદને કારણે ઐશ્વર્યા ચર્ચામાં રહે છે.
આ પણ વાંચો…ઐશ્વર્યા રાયને હાઈકોર્ટથી મોટી રાહતઃ કોર્ટના તારણો જાણવા જેવા