સાવકી માતા હેલનને આ કહીને બોલાવે છે Salman Khan
Bollywood Superstar Salman Khan અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો હોય છે પછી તે એની પર્સનલ લાઈફને કારણે હોય કે પ્રોફેશનલ લાઈફની કોઈ કોન્ટ્રોવર્સીને કારણે હોય. પણ આજે અમે અહીં તમને સલમાન ખાનના લાઈફના એક એવા સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે કદાચ કોઈને જ જાણ નથી.
સલમાન ખાનના પિતા સલીમ ખાને બે લગ્ન કર્યા છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. સલીમ ખાનના પહેલાં લગ્ન સુશીલા ચરક સાથે થયા છે જ્યારે તેમણે બીજી વખત હેલન સાથે લગ્ન કર્યા હતા. પણ શું તમે જાણો છો કે સલમાન ખાન પોતાની સાવકી માતા હેલનને શું કહીને બોલાવે છે? હવે તમે કહેશો કે ભાઈ આ શું સવાલ છે? સાવકી તો સાવકી પણ છે તો માતા જ ને, તો મમ્મી કહીને જ બોલાવતો હશે એમાં પૂછવાનું શું છે?
પણ ના ભાઈ સલમાન ખાન પોતાની સાવકી માતા હેલનને આંટી કહીને બોલાવે છે અને આ વાતનો ખુલાસો ખુદ સલમાનના ભાઈ અરબાઝ ખાને કર્યો છે. અહીંયા તમારી જાણ માટે કે સલમાન ખાનની સગી માતા સુશીલા ચરકે સલીમ ખાન સાથે લગ્ન કર્યા બાદ પોતાનું નામ બદલીને સલમા ખાન રાખ્યું હતું.
એવું કહેવાય છે કે સલીમ ખાને હેલન સાથે બીજા લગ્ન કર્યા એ વાત સલમાન અને તેના બંને ભાઈઓને ખાસ કંઈ પસંદ નહોતો આવ્યો અને સલમાન ખાને તો આ મુદ્દે સલીમ ખાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેને એવું લાગતું હતું કે આ લગ્ન તેની મરજીની વિરૂદ્ધ જઈને લેવામાં આવ્યો છે, પણ સમય રહેતાં બધુ ઠીક થઈ ગયું.
સલમાન ખાન તેની સગી માતા અને સાવકી માતાને એટલો જ પ્રેમ કરે છે પણ તેમ છતાં તે આજે પણ હેલનને આંટી કહીને જ બોલાવે છે. અવારનવાર સલમાન ખાન તેની બંને માતાઓ સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે. તમે પણ ચોંકી ગયા ને કે સલમાન ખાન પોતાની સાવકી માતાને આંટી કહીને બોલાવે છે, પણ તેમ છતાં તેની સાથેના વર્તનમાં ક્યાંય એ ખટકો દેખાતો નથી.