મનોરંજન

પહેલાં ઐશ્વર્યા અને હવે Salman Khanએ કરી Abhishek Bachchan સાથે કોફી પે ચર્ચા… શું છે વાઈરલ ફોટોનું સત્ય…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ કોઈને કોઈ એવા ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે જે જોઈને પણ વિશ્વાસ ના થાય. આવો જ એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં બોલીવૂડના દબંગ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) એક સાથે કોફી પીતા જોવા મળી રહ્યા છે. ચોંકી ગયા ને? ચાલો તમને આ વાઈરલ ફોટોનું સત્ય જણાવીએ-

આ પણ વાંચો: ડિવોર્સની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા, તેના માતા અને પુત્રી સાથે જોવા મળ્યો અભિષેક બચ્ચન!

હકીકતમાં તો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો રિયલ નહીં પણ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI) જનરેટેડ છે. આ ફોટોમાં સલમાન ખાન અને અભિષેક બચ્ચન બંને જણ કોફી પીતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં બંને જણ એકબીજાની સાથે હસી-હસીને વાતો કરતાં જોવા મળી રહ્યા છે. બંનેના કોફી પીતા ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.

કહાનીમાં ટ્વીસ્ટ તો ત્યારે આવે છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ એઆઈ જનરેટેડ ઈમેજમાં સલમાન અને અભિષેક સાથે ઐશ્વર્યા પણ જોવા મળી રહ્યા છે. જ્યારથી ત્રણેય જણના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે ત્યારથી નેટિઝન્સ ત્રણેય જણને એક સાથે ફિલ્મમાં કાસ્ટ કરવાની માગણી પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ ઉજવ્યો આરાધ્યાનો જન્મદિવસ; આ વિડીયોથી અટકળો પર મીંડું…

નેટિઝન્સે તો એવું પણ કહી દીધું છે કે સલમાન, ઐશ્વર્યા અને અભિષેકની ત્રિપુટી લવ ટ્રાયેન્ગર મૂવી માટે એકદમ પરફેક્ટ છે. એઆઈ જનરેટેડ આ ફોટો જોઈને નેટિઝન્સ પણ સવાલ કરી રહ્યા છે કે શું ત્રણેય જણ એક સાથે જોવા મળશે? તમારું શું માનવું છે? તમે પણ આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો-

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને સલમાન ખાનના પણ બાઈકરાઈડ એન્જોય કરતાં એઆઈ જનરેટેડ ફોટો પણ સોશિયલ પણ ધૂમ વાઈરલ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button