Salman firing case: મૃતક આરોપીનો મૃતદેહ લઈ પરિવાર વતન ગયો, સીબીઆઈ તપાસની માગ

મુંબઈઃ 14 એપ્રિલે બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)ના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપને આત્મહત્યા કરી લીધી હતી. હથિયાર સપ્લાયર આરોપી અનુજ થાપનની આત્મહત્યાના કેસમાં તેના પરિવારજનોએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. અનુજ થાપનના વકીલોએ આ અંગે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. મુંબઈની જેજે હોસ્પિટલમાં અનુજ થાપનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ અનુજના પરિવારજનો તેનો મૃતદેહ લઈને પંજાબના ફાઝિલ્કા જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે અનુજ થાપને પોલીસ કમિશનર ઓફિસ કમ્પાઉન્ડમાં બનેલા લોકઅપના ટોયલેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
બાંદ્રામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં આરોપી અનુજ થાપનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારજનો મૃતદેહ લઈને પંજાબના ફાઝિલ્કા જવા રવાના થઈ ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે તેનું મૃત્યુ લટકવાને કારણે થયું હતું, કારણ કે તેની ગરદન પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને ગૂંગળામણના પુરાવા હતા. તમને જણાવી દઈએ કે ફાયરિંગની ઘટના માટે હથિયાર અને ગોળીઓ આપવાના આરોપી અનુજ થાપનને તેના સહયોગી સોનુ બિશ્નોઈ સાથે 26 એપ્રિલે પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તેની ધરપકડ બાદ બુધવારે તેનો મૃતદેહ ક્રોફર્ડ માર્કેટ સ્થિત કમિશનરેટ કોમ્પ્લેક્સમાં ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગના લોકઅપમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે કથિત રીતે લોક-અપ શૌચાલયમાં બેડશીટ સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું, તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગુરુવારે સાંજે ભાયખલાની સરકારી જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગરદન પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને ગૂંગળામણના નિશાન હતા. જે આત્મહત્યા થઈ હોવાનું સાબિત કરે છે, તેમ માનવામાં આવે છે.