સલમાન, બિગ બી અને અભિષેકનો એ વાઈરલ વીડિયો જોયો કે?

ગઈકાલે જ બોલીવૂડના ફેમસ ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં બોલીવૂડના સ્ટાર્સનો મેળો જામ્યો હતો અને આ પાર્ટીમાં બી-ટાઉનના અનેક મોટા મોટા કલાકારોએ હાજરી આપી હતી, જેમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, શાહરૂખ ખાન, સોનુ નિગમ, સલમાન ખાનનો સમાવેશ થાય છે. હવે આ જ બર્થડે પાર્ટીમાંથી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આવો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં.
આ વીડિયોમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને સલમાન ખાન એક સાથે જોવા મળે છે. આ ત્રણે એક જ મંચ એક સાતે જોવા મળ્યા હતા. એ સમયે સોનુ નિગમ પણ સ્ટેજ પર હાજર હોય છે અને તે સલમાન ખાનને મંચ પર બોલાવે છે. સલમાન ત્યાં રહેલાં કરણ જોહરને ગળે મળ્યો હતો અને ત્યાં જ બિગ બી અને અભિષેક બચ્ચન પણ હાજર હતા. સલમાન આ બંનેને પણ ગળે મળે છે અને બસ પેપરાઝીએ આ મોમેન્ટને કેચ કરી લીધી હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો.
એક સમયે સલમાન ખાન અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે અફેયર હતું અને એમનું બ્રેકઅપ ખૂબ જ ગંદી રીતે થયું હતું અને એ વાતને હવે 16 વર્ષના વહાણા થઈ ગયા છે. ત્યાર બાદ તો જુનિયર બચ્ચન અને સલમાને અનેક કાર્યક્રમમાં હાજરી આપી છે, અને એમની મુલાકાત થાય છે. પરંતુ આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં જે રીતે સલમાન, બિગ બી અને અભિષેક એકબીજાને પ્રેમથી ગળે મળ્યા છે એ જોતાં ફેન્સ એના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી ફાટફૂટના સમાચાર આવી રહ્યા છે એવા સમયે સલમાન બિગ બી અને અભિને આ રીતે હૂંફથી ગળે મળે એ વાત થોડી અજીબ છે, પણ ભાઈસાબ આ બોલીવૂડ છે અને અહીંયા તો જે થાય એ જોઈને સાચું માનવાનું કોઈ કારણ નથી…