Aishwarya Rai ને આવ્યો સલમાન અને પરિવારને ઠેકાણે પાડી દેવાનો ઈમેલ અને…

હેડિંગ વાંચીને જો તમને એવું લાગી રહ્યું હોય કે બોલીવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન (Salman Khan) અને તેના પરિવારને ફરી નુકસાન પહોંચાડવાની ધમકી મળી છે તો એવું નથી. આ તો એ દિવસોની વાત છે જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું અફેયર જ્યારે એકદમ ચરમસીમા પર હતું. ચાલો જાણીએ શું છે આખી સ્ટોરી…
ઐશ્વર્યા રાય અને સલમાન ખાનના અફેયરથી તો આખી દુનિયા વાકેફ હતી. બંનેના અફેયર અને બ્રેકઅપ બાદ પણ ખાસ્સો એવો ડખ્ખો થયો હતો. બંનેનું બ્રેકઅપ ખૂબ જ ખરાબ રીતે થયું હતું. એટલું જ નહીં તમને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાન અને ઐશ્વર્યાના અફેયર, બ્રેકઅપની વાતો સાંપ્રદાયિક તાણનો એન્ગલ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેનાથી ઐશ્વર્યા ખુદ ડરી ગઈ હતી.
એક જૂના ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાયે જણાવ્યું હતું કે સલમાન અને મારા અફેયરને કારણે સલમાનના પરિવારને જાનથી મારવાની ધમકી મળવા લાગી હતી. આ ખૂબ જ ડરામણું હતું. અમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. કોઈ બે વ્યક્તિના સંબંધોને સાંપ્રદાયિકતાનો રંગ કેમ આપવો?

આગળ આ બચ્ચન પરિવારની બહુરાનીએ જણાવ્યું હતું મને આ સંબંધોનો ખરાબ પરિણામો આવી શકે છે એનો અંદાજો ત્યારે આવ્યો જ્યારે મને ફેન્સના મેલ આવ્યા કે જેમાં સલમાન અને તેના પરિવારને ઠેકાણે પાડી દઈશું. હું ડરી ગઈ. પણ સલમાન ખાનનો પરિવાર ખૂબ જ સપોર્ટિવ છે અને મારા અને સલમાનના બ્રેકઅપ બાદ પણ તેઓ મને ફોન કરતાં અને હું પૂછતા હું ઠીક છું કે નહીં? આ ફિલ્મ દેવદાસના શૂટિંગ સમયની વાત છે.
ઐશ્વર્યાને મતે આ આખી બાબતમાં બંને પરિવારોને સાંકળી લેવામાં આવ્યા અને એના માટે તે પોતાની જાતને જવાબદાર માને છે. ઐશ્વર્યાએ આ જ ઈન્ટરવ્યુમાં સલમાન ખાન તેની સાથે મારપીટ કરતો હતો એ વાતને પણ રદીયો આપ્યો હતો અને કહ્યું કે આવું કંઈ જ નહોતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રેકઅપ બાદ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય આજે પણ એકબીજાની સામે આવવાનું ટાળે છે. બ્રેકઅપ બાદ ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા અને બંનેને એક દીકરી પણ છે નામે આરાધ્યા બચ્ચન.
આ પણ વાંચો…સલમાને કહ્યું ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની જાતને વધારે સુંદર માને છે, એને કહો કે…