કેટલો છે Anushka Sharma-Virat Kohli બોડીગાર્ડનો પગાર? મોટી મોટી કંપનીના સીઈઓ પણ… | મુંબઈ સમાચાર
મનોરંજનસ્પોર્ટસ

કેટલો છે Anushka Sharma-Virat Kohli બોડીગાર્ડનો પગાર? મોટી મોટી કંપનીના સીઈઓ પણ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)ની તગડી ફેન ફોલોઈંગ છે. આ કપલગોલ્સ સેટ કરીને ફેન્સને ઈન્સ્પાયર કરે છે.

વિરુષ્કાની લાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક હોય છે. આજે અમે અહીં તમને વિરુષ્કાના સાથે જોડાયેલા એવા ખાસ શખ્સ વિષે જણાવવા જઈ રહ્યા છે જે વર્ષોથી તેમની સાથે છે અને કપલની દેખભાલ કરવાની જવાબદારી આ ખાસ વ્યક્તિના ખભા પર છે. આ ખાસ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કપલના બોડીગાર્ડ પ્રકાશ સિંહ કે જેઓ સોનુના નામે પણ ઓળખાય છે. શું તમને ખબર છે કે અનુષ્કા અને વિરાટ તેમના બોડીગાર્ડને કેટલી સેલેરી આપે છે? ચાલો તમને જણાવીએ.

પ્રકાશ સિંહ ઉર્ફે સોનુ વર્ષોથી અનુષ્કા શર્મા સાથે સંકળાયેલો છે અને હવે આઈપીએલ-2025ના વિનર વિરાટ કોહલીની સુરક્ષાની જવાબદારી પણ તેના માથે છે. સોનુ એ વાત સુનિશ્ચિત કરે છે કે પેપ્ઝ અનુષ્કા શર્મા, વામિકા કે અકાયના ફોટો પરમિશન વિના ના ક્લિક કરે. પોતાના આ કામના બદલામાં સોનુને આ પાવર કપલ તરફથી તગડી સેલરી પણ ચૂકવવામાં આવે છે.

એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર સોનુને એક વર્ષ માટે આશરે 1.2 કરોડ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે અને આ આંકડો ભારતમાં અનેક સીઈઓને ચૂકવવામાં આવતા આંકડા કરતાં પણ વધારે છે. સોનુ અનુષ્કા શર્માના બોડીગાર્ડ માટે એ સમયથી કામ કરે છે જ્યારે વિરાટ સાથે તેના લગ્ન પણ નહોતા થયા. 2017થી સોનુ અનુષ્કા શર્માના બોડીગાર્ડ તરીકે કામ કરે છે.

આ પણ વાંચો -‏‏‎ ટાઈટલ જીત્યા બાદ તરત જ RCB ટીમના વેચાણની તૈયારી! જાણો કેટલી હોઈ શકે છે કિંમત?

હવે સોનુ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેના બોડીગાર્ડ તરીકે કામ કરે છે અને તે આ બંનેની જિંદગીનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. વિરુષ્કા પણ સોનુને પોતાના પરિવારનો હિસ્સો માને છે. બંનેના પબ્લિક અપિયરન્સ સમયે વિરુષ્કાનું ખાસ ધ્યાન રાખે છે. આ ઉપરાંત સોનુ અકાય અને વામિકાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે.

ચોંકી ગયા ને વિરુષ્કાના બોડીગાર્ડની સેલેરીનો આંકડો સાંભળીને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Back to top button