મનોરંજન

સૌયારાનું તુમ હો તો સૉંગ આઉટઃ

અહાન-અનીત ફરી રોમાન્સ કરતા દેખાયા અહાન પાંડે અને અનીત પડ્ડાને ચમકાવતી ફિલ્મ સૈયારા આવતા મહિને રિલિઝ થઈ રહી છે, પરંતુ તેના ટ્રેલર અને સૉંગ્સ અત્યારથી ધૂમ મચાવી રહ્યા છે અને લોકોને બન્નેની કેમેસ્ટ્રી ખૂબ ગમી રહી છે.

આજે સૈયારાનું તુમ હો સૉંગ રિલિઝ થયું છે. ગીતના શબ્દો ઘણા સરસ છે. આ ગીત વિશાલ મિશ્રાએ ગાયું છે. વિશાલ વિશે સંગીતકાર મોહીત સૂરીએ કહ્યું કે હું તેને 12 વર્ષથી જાણું છું. વિશાલે કૉલેજ સમયથી સંગીતમાં ઝૂકાવ્યું.

યશરાજ ફિલ્મ્સ બેનરની આ ફિલ્મના અગાઉ પણ બે ગીત રિલિઝ થયા છે, જેમાં એક સૈયારા ટાઈટલ સૉંગ્સ અને ત્યારબાદ જુબિન નોટિયાલનું બરબાદ સૉંગ રિલિઝ થયું છે.

આ પણ વાંચો -‏‏‎ એરપોર્ટ પર અભિનેતા જોન અબ્રાહમે એવું કંઈક કર્યું કે યુવતી થઈ ગઈ ખુશખુશાલ, જુઓ વીડિયો

હાલમાં તો ફિલ્મ રોમાન્ટિક લવસ્ટોરી લાગી રહી છે. ફિલ્મના લીડ એક્ટર્સ અહાન પાંડે અને અનીત પડ્ડાએ આકર્ષણ જમાવ્યું છે ત્યારે ફિલ્મ રિલિઝ થાય પછી ખબર પડે કે આ કેમેસ્ટ્રીએ ફિલ્મમાં કેવું કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button