બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયાનો 40 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી હુમલાખોર પોલીસની પકડથી બહાર છે પોલીસે 35 ટીમ બનાવી છે અને હુમલાખોર ની શોધખોળ કરી રહી છે પરંતુ હુમલાખોર ક્યાં અદૃશ્ય થઈ ગયો છે કે મળી જ નથી રહ્યો. દરમિયાન મુંબઈ પોલીસની ટીમ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી અને તેમને હુમલાખોરને લઈને કરીના કપૂરનું નિવેદન પણ નોંધ્યું હતું આ સમયે પોલીસ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.
હુમલાખોર વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે હુમલો કર્યા બાદ પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો આ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને આ માહિતી હાથ લાગી હતી. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે કપડાં બદલી નાખ્યા હતા. ત્યારબાદ તે બાંદ્રા પોલીસ સ્ટેશન અને બાન્દ્રા રેલવે સ્ટેશન વચ્ચે જોવા મળ્યો હતો.
મુંબઈ પોલીસે હુમલાખોરને પકડવા માટે 35 તે વધુ ટીમો બનાવી છે પોલીસને સીસીટીવી ફૂટેજમાંથી એ પણ જાણવા મળ્યું હતું કે આ હુમલાખોર સવારના આઠ વાગ્યા સુધી બાન્દ્રા વિસ્તારમાં જ ફરતો રહ્યો હતો, પરંતુ પોલીસ તેને પકડી શકી નહોતી. પોલીસ પાસે હુમલાખોરની ત્રણ તસવીર છે. એક જ્યારે તે ઘરમાં પ્રવેશી રહ્યો હતો ત્યારની છે, બીજી જ્યારે તે સૈફના ઘરમાંથી નીકળી રહ્યો હતો ત્યારની છે અને ત્રીજી તેના કપડા બદલેલા નવા લૂકની છે.
આ ઘટનાને લગતાસીસીટીવી ફૂટેજ પણ પોલીસે બહાર પાડ્યા છે, જેમાં એક વ્યક્તિ ચહેરા પર લાલ રૂમાલ લપેટીને બિલ્ડિંગની સીડીઓ ચઢતો જોવા મળે છે. તેની પીઠ પર કાળી બેગ છે અને તેણે ચપ્પલ નથી પહેર્યા. તેના હાથ પણ ખાલી છે. પોલીસનું માનવું છે કે ઘરમાં ઘુસતી વખતે અવાજ ના આવે એ માટે કદાચ હુમલાખોરે ચપ્પલ નહીં પહેર્યા હોય. હુમલાખોરના ફૂટેજ સૈફની બિલ્ડિંગના છઠ્ઠા માળના છે. ત્યાંથી તે 11મા માળે સૈફના ઘરમાં પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે 1.40 કલાકની આસપાસ સૈફના ઘર પાસે પહોંચ્યો હશે. એફઆઇઆર અનુસાર ઘરની નોકરાણીએ 2 વાગે ચોરને ઘરમાં જોયો હતો. હુમલાખોરે 20 મિનિટમાં સૈફ અલી ખાનના ફ્લેટનો દરવાજો મા સ્ટર કી વડે ખઓલ્યો હતો કે પછી ઘરના જ કોઇ જ જાણભેદુને કારણે તેની ફ્લેટની અંદર એન્ટ્રી થઇ શકી હતી આ સવાલનો જવાબ મળવાનો બાકી છે. માત્ર 20 મિનિટની અંદર હુમલાખોર ઘરમાં પહોંચી ગયો હતો એ જોઇને પોલીસનું માનવું છે કે તેણે અગાઉ સૈફના ઘરની રેકી કરી જ હશે.
14 જાન્યુઆરીએ અભિનેતા શાહરૂખ ખાનના મન્નત બંગલામાં પણ કોઇએ સીડી લઇને પાછળથી ચઢવાનો પ્રયાસ કર્યો હતો. શાહરૂખના ઘરમાં સીડી લઇને ચડવાનો પ્રયાસ કરનાર અને સૈફના ઘરમાં ઘુસનાર વ્યક્તિ એક જ હોવાનું પોલીસનું માનવુ ંછએ, કારણ કે બંનેના કદ, કાઠી એકસરખા જ છે.
હુમલાખોરે સૈફ પર ચાકુના ઘણા વાર કર્યા હતા, જેમાં સૈફ જખમી થયો હતો. તેની કરોડરજ્જુ પાસે જ ચાકુનો એક ટૂકડો પણ ઘુસી ગયો હતો. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે સૈફનો જીવ જરાક માટે બચી ગયો. જો છરીનો ટૂકડો માત્ર બે મીમી. દૂર કરોડરજ્જુમાં ઘુસી ગયો હોત, તો સૈફને લકવો થઇ જતે.
સૈફના ઘરની નોકરાણીએ જણાવ્યું હતું કે હુમલાખોરે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી અને તેને ચૂપ રહેવા કહ્યું હતું. નોકરાણીની ચીસાચીસ સાંભળી સૈફ, કરીના પણ ત્યાં આવી ગયા હતા. ત્યારે હુમલાખોરે સૈફ પર વાર કર્યા હતા અને પછી તે ભાગી ગયો હતો. પણ સીડીઓ પરથઈ તેના ભાગી જતા સીસીટીવી ફૂટેજ નથી, તેથી સવાલ એ છે કે તેણે સૈફના ઘરમાંથી ભાગવા માટે કયો રસ્તો અપનાવ્યો કે જેને બિલ્ડિંગના સિક્યોરિટી પણ જોઇ નહીં શક્યા. સૈફના ઘરમાં હુમલા બાદ આઠ જણ સૈફ,કરિના, નોકરાણી સહિત ત્યાં જોવા મળ્યા તો સવાલ એ છે કે આ બધા લોકો હુમલાખોરને કેમ રોકી નહીં શક્યા.
સૈફ તેના પુત્ર તૈમુર સાથે રિક્શામાં હૉસ્પિટલ પહોંચ્યો હતો. અહીં સવાલ એ પણ થાય છે કે કરીના કેમ સૈફ સાથે હૉસ્પિટલ નહીં પહોંચી?
આ પણ વાંચો…Box Office Collection: પહેલા દિવસે કંગનાની ફિલ્મ ઈમરજન્સીના શું થયા હાલ, જાણો?
સૈફની તબિયત કેવી છે? :-
લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોએ સૈફ અલી ખાનના હેલ્થ બુલેટિનમાં જણાવ્યું છે કે સૈફની તબિયત હવે સારી છે, પણ તેને બેડરેસ્ટની જરૂર છે. તેની કરોડરજ્જુ પાસેથી અઢી ઇંચનો ચાકુનો ટૂકડો કાઢવામાં આવ્યો છે. હવે સૈફ ખતરાની બહાર છે અને તેને આઇસીયુમાંથી બહાર રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં તેમને આરામ કરવાની જ સલાહ આપવામાં આવી છે. હોશમાં આવતા જ સૈફે ડૉક્ટરોને સવાલ કર્યો હતો કે શું તે શૂટ કરી શકશે અને જીમ જઇ શકશે? જોકે, ડૉક્ટરોએ તેને જણાવી દીધું છે કે હાલમાં તો આ બધું શક્ય નથી.