મનોરંજન

Saif Ali Khan એ કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને આભાર માન્યો…

બોલીવુડના સુપર સ્ટાર, લવેબલ કપલ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સતત કોઈને કારણસર લાઈમલાઈટમાં આવતું રહે છે. આજે ગાંધી જયંતિના અવસરે આ સ્ટાર કપલે એક અનોખી પહેલ શરૂ કરી છે, જેના વિશે જાણીને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા છે. કરિના કપૂર અને સૈફ અલી ખાને આ અનોખી પહેલ વિશે માહિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આવો જોઈએ શું છે આ પહેલ.

સૈફ અને કરિનાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વીડિયોમાં લોકોને સ્વચ્છ ભારત મિશનને સમર્થન આપવાનો સંદેશ આપ્યો હતો.

આ વીડિયોમાં કરીના અને સૈફ એવું કહેતા સાંભળવા મળે છે કે, ‘હેલો, હું સૈફ અલી ખાન છું અને હું કરીના કપૂર ખાન છું. આજે હું તમારી સાથે એક એક્ટ્રેસ તરીકે નહીં પરંતુ એક માતા તરીકે વાત કરવા માંગુ છું એક માતા પોતાના બાળકો માટે હંમેશા બેસ્ટ જ ચાહે છે. સ્વચ્છ ભારત મિશન એક એવું મિશન છે જેમાં દરેક પરિવારે ભાગ લેવો જોઈએ.

આ પ[એન વાંચો : એક્ટર ગોવિંદાને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા

કરિનાની વાત આગળ વધારતા સૈફ અલી ખાને કહ્યું હતું કે, આપણા માટે માત્ર આપણી આસપાસનો વાતાવરણ સ્વચ્છ રાખવું જરૂરી નથી, પણ આપણા સંતાનોને પણ એ સમજવાનો છે કે સ્વસ્થ અને સ્વચ્છ પરિસર સુખી જીવનનો પાયો છે. આગળ કરીનાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પરિવર્તનની શરૂઆત આપણાથી થાય છે. આજે બીજી ઑક્ટોબરના દિવસે અમે તેમના સ્વચ્છ ભારતના સ્વપ્નનું સન્માન કરીએ છીએ.

સૈફ અલી ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતા એવું પણ કહ્યું હતું કે, આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ મિશનને દેશવ્યાપી ચળવળમાં ફેરવવા માટે પ્રતિબદ્ધ રહીને મજબૂત નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે અને અમે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો એ સમજે કે દરેક નાનું પગલું, પછી ભલે તે ટુકડો ઉપાડવાનું હોય કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એ ખૂબ જ મહત્વનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બોલીવૂડના આ કપલે ચાહકોને આ મિશનને સપોર્ટ કરવાની અપીલ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button